અમદાવાદ-

સમગ્ર રાજ્યમાં શાળાઓનું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે અમદાવાદમા પણ સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે હાઇકોર્ટના આદેશથી જે પણ સ્કૂલો સીલ કરવામાં આવી છે. આ વિધ્યાર્થીઓ ને કોઈ પણ તકલીફ ના પડે તેના માટે થઈ ને અત્યારે શિક્ષકો બહાર ઓટલા પર બેસી ને પણ વિધ્યાથીઓને ભણાવી રહ્યા છે. હાલમાં એડમિશન પ્રક્રિયા અને સાથે સાથે ધોરણ 10 અને 12ના રિજલ્ટ બનાવાની કામગીરી પણ ચાલુ છે ત્યારે આ રીતે સ્કૂલો સીલ કરવામાં આવતા આચાર્યા અને શિક્ષકોને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે

રાણીપ નવસર્જન સ્કૂલમાં આજે આવી જ એક પરિસ્થિતી જોવા મળી રહી છે. જેમાં .શિક્ષકોએ બહાર ઓટલા પર બેસીને વિધ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.નવસર્જન સ્કૂલના આચાર્ય જયપ્રકાશ પટેલ એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતાં કહ્યું હતું કે " નવા સત્રથી અમે લોકો આવી રીતે બનાવી રહ્યા છીએ સવારે 9 વાગ્યા થી પહેલા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે બાદ માં વિધાર્થીઓને ભણવામાં આવે છે સ્કૂલ સીલ થઈ છે જેની અસર વિધાર્થીઓના ભાવિ પર ના પડે તે માટે હાલ માં આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે શિક્ષકોને પડતી હાલાકીને લઈને નવસર્જન સ્કૂલ ધ્વારા તેમની ભગિની સંસ્થા અરવિંદ સ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ સ્કૂલ 1975 માં બની હતી અને જે વખતે બી યુ પરમીશનનો કાયદો નહોતો અને સ્કૂલ ગામડામાં આવતી હોવાથી બી યુ પરમીશન નથી મેળવી પરંતુ હાલમાં સંચાલકો ધ્વારા બી યુ પરમીશન લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદમા .સ્કૂલો, કોલેજો અને ક્લાસીસ થઈ ને કુલ 48 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે.