વડોદરા : શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતો એક પોલીસ કર્મચારી નંબર પ્લેટ વગરની બાઈક ઉપર માસ્ક પહેર્યા વગર મોબાઈલ ઉપર વાતો કરતાં જાહેર માર્ગ ઉપરથી એક જાગૃત નાગરિકે ઝડપી પાડી રોષ ઠાલવ્યો હતો. એકસાથે ત્રણ-ત્રણ ગુનાના ભંગ કરતા પોલીસ કર્મચારીને અટકાવી એનો વીડિયો ઉતાર્યો હતો અને એ વાયરલ થતાં શહેરીજનોએ સોશિયલ મીડિયા ઉપર મુકી ભારે રોષ દર્શાવ્યો છે. સામાન્ય જનતા ઉપર માસ્કના નામે રૂા.૧૦૦૦ દંડ ઉઘરાવતી પોલીસ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. ત્યારે સરકાર અને મુખ્યમંત્રીએ આ બાબતે વિચારવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 

અગાઉ માજી મેયર સામે બર્થ-ડેની ઉજવણી સમયે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નામે ગુનો નોંધાતાં ચકચાર મચી હતી અને એ મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. બાદમાં માજી સાંસદ સાથે પણ માસ્કના મુદ્‌ે એક પીએસઆઈએ ગેરવર્તણૂક કરી માર માર્યો હતો. આવા સંજાેગોમાં છેલ્લા ઘણાં સમયથી માસ્કના દંડની ઉઘરાણી કરતાં પોલીસ કર્મચારીઓ અને પ્રજા વચ્ચે રકઝક થયાના સેંકડો કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે બાબતથી કદાચ તમે પણ સારી રીતે વાકેફ હશો તેવું માનવું છે. સંવેદનશીલ સરકારના જ કેટલાક નેતાઓએ માસ્કના દંડ બાબતે તમને લેખિત પત્રો લખી માસ્કના દંડ બાબતે રજૂઆત પણ કરી છે. જ્યારે વિપક્ષ દ્વારા પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ મુદ્‌ે હજુ સુધી કોઈ પગલાં લીધાં નથી તે વાત આશ્ચર્ય પામવા જેવી છે.રૂા.૧૦૦૦નો માસ્કનો દંડ વસૂલવા સામે હવે પ્રજામાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.

પ્રજા સરકાર સામે તો રોષ ઠાલવી શકતી નથી જેથી આ રોષ હવે પોલીસ કર્મચારીઓ ઉપર નીકળી રહ્યો છે જે તમે આ વાયરલ વીડિયોમાં જાેઈ શકો છો. પોલીસ પ્રજાની સુખાકારી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે છે. કોઈપણ સ્થિતિમાં ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે પોલીસ ફરજ બજાવે છે અને તેની કામગીરીને લઈને અનેક વખત લખલૂટ વાહ-વાહી પણ મળી છે. પરંતુ માસ્કના દંડને લઈને પોલીસ ટાર્ગેટ સાથે કામ કરી રહી હોવાની માન્યતા લોકોમાં ફિટ થઈ ગઈ છે. જાે તેને સમયસર દૂર કરવામાં નહીં આવે તો પ્રજા અને પોલીસ એકબીજાના મિત્ર નહીં, પરંતુ શત્રુ બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.કોરોના વાઈરસે જ્યારથી ભારતમાં દેખા દીધી છે ત્યારથી લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે. લૉકડાઉન દરમિયાન લોકોના ધંધા-રોજગાર તો ઠપ થઈ ગયા છે, સાથે સાથે નોકરિયાત વર્ગને મોટો ફટકો પડયો છે.

કંપની-ઈન્ડસ્ટ્રીઝ ઠપ થતાં અનેક લોકો બેરોજગાર થયા છે. ગત ઓગસ્ટ મહિનામાં માસ્કના દંડની રકમ રૂા.પ૦૦ હતી. આ સમયે માસ્કના દંડની વસૂલી એટલી કડકાઈથી કરવામાં આવતી ન હતી. આ સમયે પોલીસ પણ થોડી ઢીલાશ રાખી તેમની ફરજ બજાવતી અને જાે માસ્ક થોડું નીચે હોય તે વ્યક્તિને સમજ આપતી જાેવા મળતી હતી.સમયની સાથે દંડની રકમ બમણી રૂા.૧૦૦૦ કરી તેની સામે પણ કોઈને વાંધો ન હતો પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ ટુ વ્હીલર પર જતી હોય ત્યારે કદાચ પવનના કારણે અથવા અન્ય કોઈ કારણોસર માસ્ક થોડું નાકથી નીચે ઉતરી જતું હોય છે અને પોલીસની નજરે પડે એટલે તે વ્યક્તિ દંડા છે. શરૂઆતમાં માસ્ક નહોતું પહેર્યું એટલે દંડ કર્યો તે વાતથી લોકો સહમત હતા. પરંતુ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે પોલીસને સરકાર તરફથી ચોક્કસ દંડની રકમ વસૂલવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય એ રીતે રસ્તા ઉપર ઊભા રહીને રૂા.૧૦૦૦ના દંડની વસૂલાત કરી રહી છે. કાર અથવા ટુ વ્હીલર ચાલકનું માસ્ક થોડું પણ નીચે રહી જાય તે દૃશ્યો સીસીટીવી કેમેરા કરતાં પણ ઝડપથી રસ્તા પર ઊભેલી પોલીસના નજરે ચઢી જાય છે. કોવિડ અંગેની સરકારની ગાઈડલાઈન ગુજરાતની પ્રજાને સમજમાં નથી આવતી તેવું નથી. સરકારના નિયમો અને કોવિડની ગાઈડલાઈનનું દરેક વ્યક્તિ આદરપૂર્વક પાલન કરી રહી છે. કોરોના સામેનું રક્ષણ હાલ તો માસ્ક જ છે તે પણ પ્રજા ખૂબ સારી રીતે જાણે છે જેથી મોટાભાગની પ્રજા માસ્ક પહેરીને બહાર

નીકળે છે.

૧૦ હજાર લઈને આવે તો જ છોડું

કરફયૂ ભંગના મામલામાં વાહનચાલકો પાસેથી બાઈક કે કાર ડિટેઈન કરવાની ધમકીઓ આપી મોટી મોટી રકમનો તોડ કરતી હોવાનું બહાર આવ્યું છે. તેથી જ કરફયૂ ભંગના ગુનાઓ હવે એક કે બે જ નોંધાય છે. જે.પી.રોડ ઉપર બે દિવસ અગાઉ એક બાઈક ચાલકને ૧૦.૩૦ વાગે અટકાવી પોલીસે મોબાઈલ ફોન અને બાઈકની ચાવી લઈને ડિટેઈન કરવાની ધમકી આપ્યા બાદ એક ફોન કરવાની છૂટ આપું, પરંતુ ૧૦ હજાર લઈને આવે તો જ છોડું એમ જણાવતાં બાઈકસવારે મિત્રને બોલાવી રૂા.૧૦ હજાર લીધા હતા અને પોલીસને આપી મામલો પતાવ્યો હતો.

પોલીસ સાથે અવાર નવાર તકરાર થાય છે

માસ્ક સહેજ નાકની નીચે પણ આવી જાય એવા વાહનચાલકો પાસેથી પણ રૂા.૧૦૦૦ દંડ વસૂલાતાં પોલીસ સામે પ્રજાનો રોષ ભભૂકી ઊઠયો છે. ગઈકાલે માસ્ક વગરના પોલીસને જાગૃત યુવાનોએ અટકાવી વીડિયો વાયરલ કર્યા બાદ બુધવારે સાંજે અકોટા ગાર્ડન પાસે એક આધેડે પોલીસ સાથે જીભાજાેડી કરી હોવાનો બનાવનો વીડિયો વાયરલ થયો હતો જે શહેરીજનોમાં પોલીસ સામે ફાટી નીકળેલો રોષ દર્શાવે છે.