વડોદરા, તા.૨૪

ડેવેનેલ વોટમોર આખરે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જાેડાયા અને વડોદરામાં શ્રેષ્ઠ પ્રતિભાને શોધવા તેમજ બરોડાની ટીમ વધુ સારું પરફોર્મન્સ કરે તે માટે ઉત્સુક છે. તેમણે ખેલાડીઓને ફિટ રાખવા સાથે ટુર્નામેન્ટના સમયપત્રક વચ્ચે બરોડા પ્રીમિયર લીગના આયોજન અંગે પણ સંકેત

આપ્યા હતા.

વોટમોરે કહ્યું હતું કે, તેમની ભૂમિકા મુખ્યત્વે સિનિયર ટીમ સાથે કામ કરવાની છે પરંતુ જુનિયર લેવલ અને મહિલા ટીમને પણ તો મદદ આપશે. ખેલાડીઓનું પ્રદર્શન સુધારવા અને મર્યાદિત ઓવર ક્રિકેટમાં પણ પ્રદર્શન જાળવવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે સારું અને વિનીંગ પ્રદર્શન તે જ છે જે તે લક્ષ્યાંકિત કરે છે અને ટીમ માટે તેની યાદીમાં કેટલીક જીત મેળવવી વધુ સારી બાબત છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે પ્લેયરોને એકબીજા સાથે રમીને બરોડા માટે વિનીંગ કોમ્બિનેશન બને તે માટે ઉત્સુક છે. મેચીસ રમવા માટે કોચિંગ મહત્વનું છે કારણ કે તે તેમને જિલ્લા અને અન્ય ક્ષેત્રોમાં પ્રતિભાને ઓળખવામાં મદદ કરે છે. છેલ્લે તેણે ખેલાડીઓને સલાહ આપી કે તેઓ ટેકનિકલી રીતે સદ્ધર હોય, મજબૂત માનસિક અભિગમનું મૂલ્ય સમજે અને સૌથી અગત્યનું રમતનો આનંદ માણે.ઉલ્લેખનીય છે કે, ૧૯૭૯માં ઓસ્ટ્રેલિયા માટે સાત ટેસ્ટ મેચ અને ૧૯૮૦માં એક વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. ૧૯૭૯ના વર્લ્ડ કપમાં તેઓ ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા. વોટમોરે શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને નેપાળ સહિત અનેક રાષ્ટ્રીય ક્રિકેટ ટીમોના કોચ તરીકે કામગીરી કરી છે.