દિલ્હી-

વોટ્સએપ યુઝર્સના ખાનગી મેસેજ સર્ચ એન્જીન પર કથિત લીક થવાના સમાચાર મળતાં વિવાદ સર્જાયો છે. ગોપનીયતાના વિવાદ વચ્ચે વોટ્સએપ એ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ સર્વિસ વ્હોટ્સએપે કહ્યું કે નીતિમાં તાજેતરના ફેરફારથી તમારા સંદેશાઓની ગોપનીયતા અથવા મિત્રો અથવા પરિવાર સાથેની વાતચિતની ગોપનીયતા પર કોઈ અસર નહીં થાય.

ગોપનીયતાના વિવાદ વચ્ચે વોટ્સએપનું આ બીજું ખુલાસો છે. અગાઉ, કંપનીએ કહ્યું હતું કે નીતિમાં પરિવર્તનની અસર ફક્ત વોટ્સના વ્યવસાયિક ખાતા પર પડશે. વોટ્સએપે ટ્વીટમાં કહ્યું, "અમે કેટલીક અફવાઓ દૂર કરવા અને તેને 100 ટકા સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે તમારા ખાનગી સંદેશાઓને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખીએ છીએ. ગોપનીયતા નીતિમાં અપડેટ તમારા મિત્રો અથવા પરિવારની વાતચીતની ગોપનિયતા જાળવવામાં મદદ કરશે. 

સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપની ગોપનીયતા નીતિને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે. દરમિયાન ગૂગલ પર સર્ચ કર્યા બાદ ફરી એકવાર વ્હોટ્સએપના પ્રાઈવેટ ગ્રુપ દેખાશે. હવે કોઈપણ ગૂગલ પર સર્ચ કરી શકે છે અને વોટ્સએપના ખાનગી જૂથો શોધી શકે છે અને તેમાં જોડાઈ શકે છે. આ સમસ્યા 2019 માં પહેલી વાર જોવા મળી હતી. જો કે, ગયા વર્ષે તેની સુધારણા કરવામાં આવી હતી. ગુગલ પર સર્ચ કરવા પર, વોટ્સએપ યુઝરની પ્રોફાઇલ દેખાય છે. આને કારણે, લોકોના ફોન નંબર્સ અને પ્રોફાઇલ ચિત્ર સામાન્ય ગૂગલ સર્ચ પર જાહેર થઈ શકે છે.