બીસીસીઆઈના નવા બંધારણ મુજબ રાજ્ય સંઘ કે બોર્ડમાં છ વર્ષના કાર્યકાળ બાદ ત્રણ વર્ષનો વિરામ હોવો જરૂરી છે. ગાંગુલી અને શાહે ગત વર્ષે ઓક્ટોબરમાં કાર્યભાર સંભાળ્યો હતો. ગાંગુલીનો છ વર્ષનો રાજ્ય તથા રાષ્ટ્રીય કાર્યકાળ પૂરા થવામાં નવ મહિના બાકી રહ્યા હતા ત્યારે ચાર્જ સંભાળ્યો હતો. ગાંગુલીના છ વર્ષ ચાલુ મહિનાના અંતે પૂરા થશે.

જ્યારે શાહનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.ભારતીય ક્રિકેટ બોર્ડ અને રાજ્ય ક્રિકેટ સંઘમાં સુધારાના મુદ્દે સુપ્રીમ કોર્ટમા આજે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ ગત વર્ષે ચૂંટાયેલા નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહના કાર્યકાળ વધારવાની માંગ કરતી અરજી પર વિચાર કરી શકે છે.