વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓમાં પસંદગી પામેલા ઉમેદવારો પોતાના કોઈને કોઈ રાજકીય ગોડ ફાથરોની કૃપા દ્રષ્ટિને લઈને જ ટીકીટ મેળવવામાં સફળ થયા છે. એમાં મહત્વના ઉમેદવારો પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો વોર્ડ એકના ઉમેદવારોમાં રુચીબેન શેઠ સાંસદ,પૂર્ણિમા ગોસ્વામી સંગઠન અને જીતુભાઇ સુખડીયા,સતીષ પટેલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ જયારે મણિલાલ વાછાણી સંગઠન અને સોખડા મંદિરની મહેરબાનીને લઈને ટીકીટ મેળવવામાં સફળ રહ્યા છે. વોર્ડ બેમાં રશ્મિકા વાઘેલા રાજુ ત્રિવેદી, વર્ષા વ્યાસ સંગઠન, ભાણજીભાઇ પટેલ ભાર્ગવ ભટ્ટ અને ખેતેશ્વર સ્વીટવાળા મહાવીરસિંહ રાજપુરોહિત સાંસદ અને ભારત ડાંગરની કૃપાથી ટીકીટ મેળવવામાં સફળ રહ્યા છે. વોર્ડ ત્રણમાં છાયા ખરાદી રાજુભાઈ, રૂપલ મહેતા સુનિલ સોલંકી, પરાક્રમસિંહ જાડેજા સંગઠન અને પ્રદેશ, ડો.રાજેશ શાહ ભીખુભાઇ દલસાણિયા, વોર્ડ ચારમાં રાખી શાહને એક બોર્ડ છોડીને ફરી ટીકીટ સંગઠને, વિનોદ ભરવાડ અને અજિત દધીચને મનીષાબેન વકીલની ભલામણથી ટીકીટ અપાઈ છે. વોર્ડ પાંચમા તેજલ વ્યાસ મનીષાબેન અને શૈલેષ સોટ્ટાની,નૈતિક શાહ સંગઠનને લઈને જે શૈલેષ સોટ્ટાની વિરુદ્ધના હોવાનું મનાય છે. આ ઉપરાંત ડો.હિતેન્દ્ર પટેલ સંગઠન અને પ્રદેશની મહેરબાનીથી ટીકીટ મેળવી છે. જેઓ મૂળ લાખાવાળા ગ્રુપના હોવાનું ચર્ચાય છે. વોર્ડ છમા જયશ્રી સોલંકી રાજુભાઈ અને જીતુભાઇ, હેમિષા ઠક્કર મનીષાબેન વકીલ અને ડો.શીતળ મિસ્ત્રીને કોરોનાની સર્વશ્રેષ્ઠ કામગીરીને લઈને ટીકીટ અપાઈ છે. વોર્ડ સાતમા ભુમિકાબેન રાણા, સ્વેતા ચૌહાણ અને બંદિશ શાહને રાજુભાઈની તથા મનોજ પટેલને સંગઠન, શહેર ભાજપ અને શબ્દ શરણ તથા ડો.વિજય શાહની કૃપા ફળી છે. વોર્ડ આઠમા કેયુર રોકડીયા અને રાજેશ પ્રજાપતિ પ્રદેશ સંગઠન અને ભારત ડાંગરની કૃપાથી ટીકીટ લઇ આવ્યાનું ચર્ચાય છે. વોર્ડ નવમા સુરેખા પટેલ જીતુ સુખડિયાના ખાસ હોઈ ટીકીટ અપાયાનું ચર્ચાય છે. વોર્ડ દશમા નીતિન દોંગાનેમંત્રી સૌરભ દલાલ અને પૂર્વ મંત્રી દિલીપ સાંઘાણીની મહેરબાની ફળી છે. વોર્ડ અગિયારમા સંગીત ચોક્સી,ચિરાગ બારોટ સંગઠન અને શહેર ભાજપને લઈને તથા મહાલક્ષ્મીબેન શેટીયર અને નરવીરસિંહ ચુડાસમા જીતુભાઈને લઈને ટીકીટ મેળવી શક્ય છે. વોર્ડ બારમા રીટાબેન રીટાબેન સીંઘ સીમાબેન મોહિલે અને મનીષ પગાર ભારત ડાંગરની કૃપાથી ટીકીટ લઇ આવ્યાનું ચર્ચાય છે. વોર્ડ તેરમા જાગૃતિબેન કાકા પૂર્વ મેયર ડો.જિગીષાબેન શેઠ અને નિશિકાંત ચૌહાણ પર સીમાબેનની કૃપા ફળી છે. વોર્ડ ચૌદમા ચારે ચાર ઉમેદવારો જેલમ ચોક્સી, નંદાબેન જાેશી, હરેશ જીનગર અને સચિન સોનીની પેનલ વિધાનસભા અધ્યક્ષની કૃપાથી નક્કી થયાનું મનાય છે. વોર્ડ પંદરમા પૂનમબેન શાહ ધારાસભ્યો સૈલેશ સોટ્ટા અને મનીષાબેનની તથા આશિષ જાેશી પોતે શૈલેષ સોટ્ટાની મહેરબાનીથી ટીકીટ મેળવવામાં સફળ રહ્યા છે. વોર્ડ સત્તરમા સંગીતાબેન પટેલ અને નિલેશ રાઠોડ નર્મદા મંત્રી યોગેશ પટેલની તથા શૈલેષ પાટીલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મહેરબાનીને લઈને ટીકીટ મેળવવામાં સફળ રહયાનું ચર્ચાય છે. વોર્ડ અઢારમા કલ્પેશ પટેલ (જય રણછોડ)પૂર્વ મેયર ભારત ડાંગરની ભલામણથી રીપીટ થયાનું મનાય છે. જયારે વોર્ડ ઓગણીસમા પાલિકાના શાસક પક્ષના પૂર્વ દંડક અલ્પેશ લીંબાચીયા ભાર્ગવ ભટ્ટની કૃપાથી ટીકીટ મેળવવામાં સફળ રહત્ય છે.