વડોદરા : સમગ્ર રાજ્યમાં યોજાયેલ જિલ્લા - તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓની ચૂંટણીઓમાં મોટાપાયે ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ મતદાન કરીને શહેરના મતદારોની ઉદાસીનતાનું સરભર કરી આપ્યું હતું. વડોદરા જિલ્લા પંચાયત ઉપરાંત ૮ તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી.

જેમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને ૬૮ ટકા જેટલું ઉંચુ મતદાન કર્યું હતું. જીલાની ચૂંટણીઓનું આટલું ઉંચુ મતદાન કોને માટે કાયા પક્ષને માટે લાભકર્તા બનશે એને માટે બંને હરીફ પક્ષોએ પોતપોતાના દાવા વ્યક્ત કર્યા છે. તેમજ પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું છે. જિલ્લા ભાજપા અધ્યક્ષ અશ્વિનપટેલે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત ઉપરાંત તમામ તાલુકા પંચાયતો અને ત્રણે ત્રણ નગર પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાશે એ નિશ્ચિત છે. ભાજપના વિકાસલક્ષી આયોજનોને લઈને ગાળા સુધી વિશ્વાસ છે કે શહેરની માફક ગ્રામ્ય વિસ્તારના મતદારોનું ઘોડાપુર પણ ભાજપની તરફ હશે. તેમજ આસાનીથી ભાજપ જિલ્લામાં ૭૫ ટકા જેટલી બેઠકો મેળવશે. તેઓએ લોકસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ૬૫% ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મતદાન થશે એવી મારી આગાહી અક્ષરશઃ સાચી પડી છે.આ જ પ્રમાણે ગ્રામ્યના મતદારોએ જે રીતે ઉંચુ મતદાન કર્યું છે.એ ભાજપ તરફી હોવાનો દાવો વ્યક્ત કર્યો છે. જેને લઈને વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ પૈકી ૩૦ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે એ નક્કી છે આઠ તાલુકા પંચાયતો અને ત્રણ નગર પાલિકાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથોસાથ ૭૫ % બેઠકો ભાજપની આવશે એમ પણ ઉમેર્યું હતું.જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ઉંચુ મતદાન થયું છે.એ જાેતા આવું ઉંચુ મતદાન હંમેશા કોંગ્રેસને માટે ફાયદાકારક રહેવા

પામ્યું છે.

આ વખતે પણ એનો ફાયદો કોંગ્રેસને જરૂર મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને ઉમેર્યું હતું કે, જ્યાં સુધી વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોને લાગે વળગે છે ત્યાં સુધી જિલ્લાની ૩૪ પૈકી ૨૨ બેઠકો પર કોંગ્રેસ બહુમતી મેળવશે એ નિશ્ચિત છે. જયારે જિલ્લાની આઠ તાલુકા પંચાયતોની યોજાયેલ ચૂંટણીઓમાં આ આઠ પૈકી છ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન આવશે. આ ઉપરાંત ત્રણ પૈકી બે નગર પાલિકાઓ ડભોઇ અને સાવલીમાં કોંગ્રેસ સત્તા પર બેસશે.

શિક્ષક સંઘના પ્રમુખની તરફેણમાં બોગસ મતદાનના આક્ષેપ

વડોદરા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ જિલ્લા પંચાયતની ધનતેજ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લઢી રહ્યા હતા.તેઓની ચૂંટણીમાં શિક્ષકો જ ચૂંટણીઓમાં પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.જેથી નેતાની બે આંખની શરમમાં તેઓના પક્ષની તરફેણમાં શિક્ષકો એવા પ્રિસાઇડીંગ ઓફિસરો દ્વારા મોટાપાયે બોગસ મતદાન કરાવ્યાના આક્ષેપો થઇ રહ્યા છે