ગાંધીનગર-

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ શનિવારે પોતાવા પદ પરથી રાજીનામું આપતા રાજકિય સમીકરણો બદલાયા છે. આ નવા રાજકિય સમીકરણો વચ્ચે રવિવારે ભાજપના ધારાસભ્યદળની બેઠક યોજાશે. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત થઇ શકે છે. જોકે ગુજરાત ના રાજકારણ ને લઈ સટ્ટાબજાર ગરમ થઈ ગયું છે. લાંબા સમયે આટળી મોટી રાજ્કીય ઉથલ પાથલ વચ્ચે ડબ્બો શરૂ થઈ ગયો છે. બુકીબજાર ના મતે મુખ્યમંત્રી માં નીતિન પટેલનું નામ આગળ છે. આ ઉપરાંત નીતિન પટેલ ઉપરાંત મનસુખ માંડવીયા ગોરધનભાઈ ઝડફીયાના નામો પણ ચર્ચામાં છે. આ ચાર થી પાંચ નમો અથવા કોઇ નવુ નામ આવે તેના પર 60 હજાર થી પાંચ લાખ નૉ સટ્ટા ના ડબ્બા બૂક થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ ખેલી નવા મુખ્યમંત્રી તરીકે જે નામ આપે અને સટ્ટો બૂક કરે તેટલી જ રકમ સીધી હાર કે જીત ને ડબ્બો કહેવાય છે. 

કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા છે. રાજ્યના નવા મુખ્યમંત્રી પસંદગી અંગે નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપતા કહ્યું કે પ્રદેશ પ્રમુખ અને પક્ષના આગેવાનો સાથે બેઠક કરીશું અને બેઠક બાદ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી થશે. ગુજરાતમાં મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ભાજપે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં પ્રહલાદ જોશીન બદલે તરુણ ચુગ નિરીક્ષક તરીકે આવ્યા છે. આ બંને નેતાઓ નિરીક્ષકની જવાબદારીના ભાગ રૂપે અમદાવાદ આવી પહોચ્યા છે.