દિલ્હી-

કોરોના વાયરસની રસી ઉપલબ્ધ થયા બાદ સૌથી પહેલાં કોને મળવી જાેઇએ? આ વાત પર સરકારની અંદર પણ ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે આ અંગે કોઇ અંતિમ ર્નિણય લેવાયો નથી. પરંતુ તેમણે સાથો સાથ ઇશારો ચોક્કસ કરી દીધો કે પ્રાથમિકતા હેલ્થ વર્કર્સને મળી શકે છે. ભૂષણે કહ્યુ કે સરકારની બહાર એ વાત પર સહમતિ બની રહી છે કે હેલ્થકેયર વર્કર્સનો દાવો સૌથી વધુ બને છે. તેમણે કહ્યુ કે તેના પરથી એ પણ જાેવા મળશે કે સમાજ અને દેશ કામના વખાણ કરે છે જે આ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સે કર્યું છે અને તેનાથી હેલ્થવર્કર્સની શોર્ટેજ પણ થશે નહીં.

રસી બન્યા બાદ હેલ્થ વર્કર્સને સૌથી પહેલાં મળે તેના પર સામાન્ય મંતવ્ય બનતું દેખાય છે. પરંતુ હેલ્થ સેક્રેટરીએ કહ્યુ કે કોઇ પ્રાયોરિટી લિસ્ટ બન્યું નથી. પરંતુ જાે આવું કોઇ લિસ્ટ બને છે તો બીજાે નંબર કોનો હશે? આ પ્રશ્નના જવાબ પર ભૂષણે કહ્યુ કે વૃદ્ધ, અન્ય બીમારીઓથી ગ્રસ્ત અને એવા લોકો જેમને ના કોઇ બીજી બીમારી છે અને ના તો વૃદ્ધ છે પરંતુ તેમની સામાજિક-આર્થિક સ્થિતિ ઠીક છે એવા લોકો હોઇ શકે છે. તેમણે કહ્યુ કે દેશના નીતિ-નિયંતા આ બધા પ્રશ્નો પર વિચાર કરી રહ્યા છે.

આખી દુનિયાને કોરોના વેક્સીન સૌથી પહેલાં જાેઇએ છે. ગ્લોબલ લેવલ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેના માટે કોઓર્ડિનેટ કરી રહ્યા છે. ડબલ્યુએચઓના રીજનલ ડાયરેકટર ડાૅ.પૂનમ ખેત્રપાલ સિંહના મતે એક વખત કોવિડ-૧૯ વેકસીન બની જાય તો આખી માનવ જાતને મળવી જાેઇએ. તેમણે કહ્યુ કે ડબલ્યુએચઓ એ માનીને ચાલી રહ્યુ છે કે વેક્સીનની શરૂઆતનો ડોઝ તમામ દેશોમાં પહોંચાડાશે જેથી કરીને હેલ્થવર્કર્સને ઇમ્યુનાઇઝ કરી શકાય. તેમણે કહ્યુ કે વેક્સીન ઝડપથી અને સરખાભાગે બધાને મળી શકે તેના માટે ડબલ્યુએચઓએ એક્સેસ ટૂ કોવિડ-૧૯ ટુલ એક્સીલેટર લોન્ચ કર્યું છે.