બેઇજીગં-

ચીનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ, મહામારી રુપે દુનિયામાં લાખો લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. એવામાં વિશ્વ સ્વાસ્થ સંગઠનના નિષ્ણાંતોની ટીમ ચીન પહોંચી છે જે તપાસ કરશે કે આ મહામારીની શરુઆત કેવી રીતે થઇ. વિશ્વ સ્વાસ્થ સંગઠનના નિષ્ણાંતો આગામી બે દિવસમાં બેઇજિંગમાં રહી તપાસની તૈયારીઓ કરશે. તેઓ ખાસ તપાસ માટે ગયા છે કે કોરોના વાયરસ પશુમાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ થયો. જાેકે વિજ્ઞાનીકોનુ માનવુ છે કે, આ વાયરસની શરુઆત ચામાચિડીયાથી થઇ, જે કેટલાક પશુઓ થકી મનુષ્યો સુધી પહોંચી.

મહામારીના ઉદભવ અને ફેલાવાને લીધે ચીન સતત દુનિયાના દેશોને નિશાને છે અને ૧૨૦ દેશોની માંગને લીધે વિશ્વ સ્વાસ્થ સંગઠનને પણ મજબૂર બની જાહેરાત કરવી પડી હતી કે તે વાયરસના ઉદભવને લઇને તે એક નિષ્ણાંતોની ટીમ ચીન મોકલશે. દુનિયાભરમાં મહામારી ફેલાવાની શરુઆતમાં જ WHO પર આરોપ લાગ્યા હતા કે મહામારી મુદ્દે તે ચીનને બચાવી રહ્યુ છે અને તેને સાથ આપી રહ્યુ છે. આ જ કારણસર તાજેતરમાં અમેરિકાએ WHOથી સત્તાવાર રીતે અલગ થયુ છે.

વિશ્વમાં કોરોના સંક્રમણના કેસો સવા કરોડથી વધી ગયા છે જ્યારે સાડા પાંચ લાખથી વધુ લોકો આ બીમારીમાં માર્યા ગયા છે. વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ અને ભારત એવા ત્રણ દેશ છે જ્યાંથી રોજના કુલ એક લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. આભાર