દેશમાં નવાં કૃષિ કાનૂન રદ કરવા ખેડૂતોનું આંદોલન દિલ્લી રાજ્યની બોર્ડર પર કડકડતી હાડ થીજાવતી ઠંડી છતાં જોરદાર રીતે ચાલી રહ્યું છે. અને હવે તે દેશના વિવિધ રાજ્યોમાં પણ અસર કરી રહ્યું છે. તેમાં તાજેતરમાં કેરળ રાજ્ય સરકારે કૃષિ બિલના વિરોધમાં ઠરાવ પસાર કર્યો, જેમાં ભાજપના ધારાસભ્યએ પણ ટેકો આપતાં કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આંદોલનકારી ખેડૂત નેતાઓને ખાલિસ્તાની, અર્બન નક્સલવાદી કહેતાં ભાજપ નેતાઓને જાહેરમાં જ ઝાટકી નાખ્યા હતા અને ખેડૂતોને અન્નદાતા ગણાવી ભાજપ નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી. બીજી તરફ ખેડૂતો સાથે કેન્દ્રીય મંત્રીઓએ છઠ્ઠીવાર બેઠક લીધી, જેમાં નહીંવત પ્રગતિ થઈ છે.


કયા બે મુદ્દ પર ખેડૂતો મક્કમ છે?


માત્ર બે મુદ્દા પર પરંતુ ખેડૂતો એક વાત પર મક્કમ છે કે, નવા કૃષિ કાનૂન પરત ખેંચી લેવા અને એમએસપી કાનૂન બનાવવા પર. જ્યારે આંદોલન કરતાં ખેડૂતોનું કહેવું છે કે મોદી સરકાર કાનૂન પરત નહીં ખેંચાય તેમ કહે છે તેમજ નુકશાન થશે. ત્યારે સવાલ એ છે કે કૃષિ કાનૂન પરત ખેંચવાથી નુકસાન કોને થશે? અને નવાં કૃષિ કાનૂનથી કેવાં નુકસાન થશે? તો એવું પણ ખેડૂતો કહે છે કે અંબાણી- અદાણી સિવાય કોને નુકસાન થશે ? કદાચ બાબા રામદેવને નુકસાન થઇ શકે ! કૃષિ કાનૂન પરત ખેંચવાથી ભારતને કે તેના હિતોને નુકસાન થશે ? તેનો જવાબ મોદીજીને આપવા દો. આ લડાઈ અમારાં અસ્તિત્વની છે - ખેડૂતોના અને તેની ખેતીના અસ્તિત્વની છે. માત્ર એમએસપી માટેની નથી. દરમિયાન અન્ના હજારે અનશન પર બેસવાની તૈયારી કરી લીધી છે તો દેશભરમાંથી વિવિધ મજૂર સંગઠનો-યુનિયનો, કર્મચારી મંડળો, સંસ્થાઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. જે બાબત સરકાર માટે ભારે ચિંતાનો વિષય બની રહેવાની સંભાવના વધી પડી છે.


જગતના તાતની લડાઈ વચ્ચે નવાં વર્ષને આવકારતાં દેશ વાસીઓ


દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ગોવામાં ભારે ધૂમધામથી નવાં વર્ષની ઉજવણી થઈ, જેમાં હજારો લોકો દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા. અન્ય રાજ્યોમાં કોરોના નિયમોની અમલવારી અને મર્યાદિત કર્ફ્યુ સમયને લઈને નવું વર્ષ શરૂ થવાની ખુશી ફીકી બની રહી. મોટાભાગના લોકોએ પોતાના ઘરોમાં રહીને નવા વર્ષની ઉજવણી કરી આવકાર્યું, પરંતુ છેલ્લા દોઢ મહિનાથી જગતનો તાત પોતાના હક્ક માટે ઠુઠવાતી ઠંડી વચ્ચે રસ્તા પર પોતાની હક્કો માટે લડત ચલાવી રહ્યો છે. જોકે આ પરિસ્થિતી વચ્ચે હજુ પણ સરકાર અને ખેડૂતો વચ્ચે માત્ર બેઠકો જ ચાલી રહી છે. આને આ બધા વચ્ચે હવે આગામી તા. ૮ જાન્યુઆરીના રોજ વિશાળ રેલીનું આયોજન ખેડૂતો દ્વારા કકરવામાં આવ્યું છે. 


સરકાર અને ખુડુતો વચ્ચેની સાતમાં રાઉન્ડની બેઠક પણ વ્યર્થ, હવે શું ?


કેન્દ્રના કૃષિ કાયદાને લઈને ખેડૂતો અને સરકારની સાતમી રાઉન્ડની બેઠક અનિર્ણિત હતી. આ બેઠકમાં કોઈ નક્કર પરિણામ ન મળ્યા બાદ હવે ખેડૂતો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોએ ધમકી આપી છે કે તા. 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં રેલી રેલી કાઢીશું. તા. 26 જાન્યુઆરીએ વિશાળ " ખેડૂત પરેડ" ના નેતૃત્વના થોડા અઠવાડિયા પહેલાં મહિલાઓ ટ્રેક્ટર ચલાવી રહી હોવાના વિડીયો અને ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ભારતીય કિસાન યુનિયન (બીકેયુ), જે એક પ્રદર્શનકાર્ય ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન છે, તેઓ આ મહિલાઓને કૂચનું નેતૃત્વ આપવા તાલીમ આપી રહ્યાં છે. ખેડૂત સંગઠન દ્વારા 500થી વધુ મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.

સખત શિયાળો, વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિમાં પણ, વિવાદિત કૃષિ કાયદાને પાછો ખેંચવાની અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની કાનૂની બાંયધરીની માંગ સાથે ખેડૂતો દિલ્હીની સરહદો પર અટકી ગયા છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીતનો સાતમો રાઉન્ડ પણ અનિર્ણિત હતો. ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ આ કાયદાઓને સંપૂર્ણપણે રદ કરવાની તેમની માંગ પર અડગ રહ્યાં હતા, જ્યારે સરકાર કાયદાની "ખામિયો" અથવા તેનાં અન્ય વિકલ્પોની ચર્ચા કરવા માગતી હતી. બંને વચ્ચે હવે પછીની વાતચીત 8મી જાન્યુઆરીએ થશે.જોકે હવે જોવાનું એ રહે છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે કયારે સમાધાન થશે અને આ ખેડૂતોના પ્રશ્નો નો કયારે સુખદ અંત આવશે એ તો કદાચ હવે આવનારો સમય જ બતાવશે.