આણંદ : આણંદ જિલ્લામાં જ્ઞાતિ સમીકરણ, બેઠકનો પ્રકાર, વિવિધ સમાજનો દબદબો વગેરે બાબતો કોઈપણ ઇલેક્શન જીતવા માટે ખુબ જ મહત્ત્વના ફેક્ટર છે. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપની શરૂઆત સારી રહી હતી, પણ એ પછી કોંગ્રેસે પોતાની સત્તા સ્થાપી દીધી હતી. ગઈ ટર્મમાં આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે ૪૨ સીટમાંથી ૩૦ ઉપર કબજાે કરી સત્તા હાંસલ કરી લીધી હતી. ભાજપને માત્ર ૧૨ બેઠક ઉપર જીત મળી હતી. જાેકે, આ વખતે કેટલીક બેઠકો ઉપર ઉમેદવારના પ્રકાર બદલાતાં પરિણામો પર તેની અસર ચોક્કસ જાેવાં મળશે. કેટલીક બેઠકો ઉપર બદલાયેલાં ઉમેદવારો બદલાતાં રાજકારણના નવાં સમીકરણો આકાર લઈ રહ્યાં છે. એક બાબત દિવા જેવી સ્પષ્ટ છે કે, જિલ્લા અને તાલુકાની ચૂંટણી કરતાં નગરપાલિકાની ચૂંટણીઓમાં મતદારોની ઉત્સુકતા વધુ જણાઈ રહી છે.

જાેકે બોરસદ, પેટલાદ અને આણંદ તાલુકામાં આવેલી જિલ્લાની બેઠકો ઉપર કબજાે કરવા ભાજપે એડીચોટીનું જાેર લગાવવું પડી રહ્યું છે. ૨૦૧૫માં ભાજપ સોજિત્રા અને આંકલાવ તાલુકામાં એક પણ બેઠક જીતી શક્યો ન હતો. ખંભાત તાલુકાએ સૌથી વધુ ૪ બેઠકો આપી ભાજપની રહીસહી આબરું બચાવી લીધી હતી.

જિલ્લા પંચાયતમાં કોની કેટલી બેઠકો?

જિલ્લા પંચાયતમાં કુલ ૪૨ બેઠક, ૩૦ કોંગ્રેસ, ૧૨ ભાજપ

તાલુકા પંચાયતમાં શું છે પરિસ્થિતિ?

• આણંદ તાલુકો કુલ ૯ બેઠક, ૩ ભાજપ, ૬ કોંગ્રેસ

• બોરસદ તાલુકો કુલ ૯ બેઠક, ૨ ભાજપ, ૭ કોંગ્રેસ

• આંકલાવ તાલુકો કુલ ૪ બેઠક, ૦ ભાજપ, ૪ કોંગ્રેસ

• ઉમરેઠ તાલુકો કુલ ૪ બેઠક, ૧ ભાજપ, ૩ કોંગ્રેસ

• પેટલાદ તાલુકા કુલ ૬ બેઠકો, ૧ ભાજપ, ૫ કોંગ્રેસ

• સોજિત્રા તાલુકો કુલ ૨ બેઠક, ૦ ભાજપ, ૨ કોંગ્રેસ

• તારાપુર તાલુકો કુલ ૨ બેઠક,૧ ભાજપ, ૧ કોંગ્રેસ

• ખંભાત તાલુકો કુલ ૬ બેઠક, ૪ ભાજપ, ૨ કોંગ્રેસ

આણંદ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કુલ ૧૨,૧૫,૭૩૯ મતદારો છે, જેમાં ૬,૨૮,૮૫૧ પુરુષ, ૫,૮૬,૮૭૬ મહિલા અને ૧૨ અન્ય જાતિના મતદારો નોંધાયેલાં છે. ૨૦૨૧ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની તાલુકા બેઠકોમાં મોટા ફેરફાર થયાં છે. પરિણામે ઉમેદવારો પણ બદલાયાં છે.

• આણંદ તાલુકોઃ ૨૦૧૫માં સામાન્ય મહિલા ૪, અનુસૂચિત આદિજાતિ ૧, સામાન્ય ૪

૨૦૨૧માં સા.શૈ.પછાતવર્ગ ૧, સામાન્ય મહિલા ૪, સામાન્ય ૫

• બોરસદ તાલુકોઃ ૨૦૧૫માં સામાન્ય શૈ. પછાત વર્ગ મહિલા ૧, સામાન્ય મહિલા ૪, સામાન્ય ૪

૨૦૨૧માં સા.શૈ.પછાત વર્ગ મહિલા ૧, સામાન્ય મહિલા ૪, સામાન્ય ૪

• ઉમરેઠ તાલુકોઃ ૨૦૧૫માં સામાન્ય ૨ અને સામાન્ય મહિલા ૨

૨૦૨૧માં સા.શૈ.પછાતવર્ગ મહિલા ૧, સામાન્ય મહિલા ૧, સામાન્ય ૧, અનુસૂચિત આદિજાતિ ૧

• ખંભાત તાલુકોઃ ૨૦૧૫માં અનુસૂચિત જાતિ ૧, સામાન્ય મહિલા ૨, સામાન્ય ૩

૨૦૨૧માં અનુસૂચિત જાતિ ૧, સામાન્ય મહિલા ૩, સામાન્ય ૨

• પેટલાદ તાલુકોઃ ૨૦૧૫માં સામાન્ય ૨, સામાન્ય મહિલા ૩, સામાન્ય શૈ. પછાત વર્ગ ૧

૨૦૨૧માં અનુસૂચિત જાતિ મહિલા ૧, સામાન્ય મહિલા ૨, સામાન્ય ૩

• સોજિત્રા તાલુકોઃ ૨૦૧૫ માં સામાન્ય મહિલા ૧, સામાન્ય ૧

૨૦૨૧માં સામાન્ય મહિલા ૧, સામાન્ય ૧

• તારાપુર તાલકોઃ ૨૦૧૫ માં સામાન્ય મહિલા ૧, અનુસૂચિત જાતિ મહિલા ૧

૨૦૨૧માં સામાન્ય મહિલા ૧, સામાન્ય ૧

• આંકલાવ તાલુકોઃ ૨૦૧૫માં સામાન્ય ૧, સા. શૈ. પછાત વર્ગ મહિલા ૧, સામાન્ય શૈ. પછાત વર્ગ ૧, સામાન્ય મહિલા ૧

૨૦૨૧માં સામાન્ય મહિલા ૩, સામાન્ય ૧

મતદારોને આકર્ષિત કરવા રાત્રિ ભોજન અને ચા-નાસ્તાની જયાફતનું આયોજન

આણંદ જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે કુલ ૧૦૫ ઉમેદવારો વચ્ચેના ચૂંટણી જંગમાં હાલ પ્રચાર-પ્રસારનો પારો અંતિમ તબક્કે છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીના જીતના પરિણામોએ ભાજપમાં આત્મવિશ્વાસ ભર્યો છે. કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ પણ મતદારોનો સંપર્ક અને પ્રચારની રણનીતિમાં ફેરફાર કર્યો છે. ખાસ કરીને સ્થાનિક અગ્રણીઓને સાથે રાખીને રાત્રિ બેઠકો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જાેકે, મતદારોને આકર્ષિત કરવા રાત્રિ ભોજન, ચા-નાસ્તો વગેરેનું સ્થાનિક કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.