મુંબઇ-

કોરોનાથી ભંયકર રૂપે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રા ૨૮૦થી વધુ ડોક્ટરોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આત્મહત્યાની મંજૂરી માંગી છે. એક રિપોર્ટ અનુસાર ૨૮૧ આર્યુવેદિક ડોક્ટરોએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેને પત્ર લખ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા અપમાનજનક વ્યવ્હારને કારણે આત્મહત્યા કરવાની મંજૂરી માંગી છે.

પત્રમાં ડોક્ટરોએ રાજ્ય સરકાર દ્વારા વિશેષ રીતે કોવિડ-૧૯ મહામારી દરમિયાન આયુર્વેદિક ડોક્ટરો સાથે થયેલા દુર્વ્યહારની ઝાટકણી કાઢી છે. સાથે જ પછાત આદિવાસી વિસ્તારોમાં લાંબા સમય સુધી તૈનાતી પર નિરાશા વ્યક્ત કરતા બીએએમએસ ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે દાયકાથી ૧૮ આદિવાસી જિલ્લાઓમાં લોકોની સેવા કરી રહ્યા છે, મોટાભાગે અમે એવા વિસ્તારોમાં જઇએ છીએ, જ્યા પાયાની સુવિધાઓ પણ નથી. પરંતુ સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે.બીએમએસ ડોક્ટરોના જણાવ્યા મુજબ, તેઓ પછાત વિસ્તારોમાં સ્થાનિક લોકોની નાની-મોટી બીમારીઓ, સાપ-વીંછીના કરડવા, કુપોષિત બાળકોની સારવાર વગેરે સહીત જુદી જુદી બીમારીઓની સારવાર કરે છે.

ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક તબીબો દ્વારા લખવામાં આવેલ પત્ર એક આયુર્વેદિક ચિકિત્સક સ્વપ્નિલ લોન્કર દ્વારા આત્મહત્યાના કર્યાના કેટલાંક દિવસો પછી આવ્યો છે જ્યારે એમપીએસસી (મહારાષ્ટ્ર લોક સેવા આયોગ)ની પરીક્ષા પાસ કરવા છતાં તેમને પોસ્ટિંગથી વંચિત રાખવામાં આવ્યા હતા. પોતોના જીવનને ટૂંકાવવાની મંજૂરી માંગવાવાળા પત્ર પર સહી કરનાર માથી એક ડો શેષરાવ સૂર્યવંશીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં સેવા કરનારા પોલીસ અને સરકારી અધિકારીઓને વિશેષ પ્રોત્સાહન ભથ્થું આપે છે, જ્યારે કે ડોક્ટરોને સમાન લાભથી વંચિત કરવામાં આવે છે અને વેતનના રૂપમાં ફક્ત ૨૪ હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.