સાબરકાંઠા-

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત થયેલા ફોરેસ્ટમાં દિન-પ્રતિદિન મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા વધુ એક વાર આગામી જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે અંતર્ગત જાન્યુઆરી માસના તમામ તેમજ જાહેર રજાના દિવસે બહારના મુલાકાતીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જે અંતર્ગત વણજ ડેમ સાઇટ પરથી લઇ પૂરો ફોરેસ્ટ સુધીના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયું છે. તેમજ સ્થાનિક લોકો માટે છૂટ આપવામાં આવી છે કે, બહારના લોકો આ સમયગાળા દરમિયાન મુલાકાત ના લે, તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. કોરોના સંક્રમણને કારણે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાને પગલે સ્થાનિક વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન પણ આગામી સમયમાં વિકટ બને તો નવાઈ નહીં.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે, તે પ્રતિદિન વધી રહ્યો છે. જે અંતર્ગત પોલો ફોરેસ્ટમાં રોજના 20 હજારથી વધારે લોકો મુલાકાત લઇ રહ્યાં છે જેના પગલે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. જે હેઠળ જાન્યુઆરી માસના તમામ શનિ-રવિ તેમજ જાહેર રજાના દિવસે બહારના કોઈ પણ મુલાકાતીને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે કોઈ મુલાકાતી પરમિશન વિના પોલો ફોરેસ્ટમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.