અમદાવાદ-

ધોરણ 1 થી 9 અને 11 નું નવું સત્ર શરૂ થવાનું છે જેમાં વિધાર્થીઓ પાસેથી સ્કૂલો એડવાન્સ ફી વસૂલી રહી છે જુનિયર થી સિનિયર બાળકોની સ્કૂલોની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે ત્યારે આજે ઓલ ગુજરાત વાલી મંડળ ઘ્વારા આજે શિક્ષણ મંત્રી ને રજુઆત કરવામાં આવી છે કે 5 વર્ષે સુધીના બાળકોને ઓનલાઇન શિક્ષણમાં થી મુક્તિ આપવામાં આવે અને તેમની માસિક ફી લેવી જોઈએ નહીં

ઓલ ગુજરાત વાલી મંડલની રજુઆત છે કે નાના બાળકો ઓનલાઇન અભ્યાસ મા વધારે ધ્યાન આપવા નથી અને તમેને સીધા ફિઝિકલ સ્કૂલો ચાલુ થાય ત્યારે જ તેમને સ્કૂલમાં મુકવા જોઈએ જેથી તેમને અભ્યાસમા ધ્યાન આપી શકે અને તેમના વાલીઓ પણ આર્થિક ભીંસ ના અનુભવે જેથી તેમની માસિક ફી લેવામાં આવે જેથી વાલીઓને રાહત મળે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ એ જણાવ્યું હતું કે સ્ફુલો આખા વર્ષની ફી લેછે અથવા તો 6 મહિના ની લઇ લેછે જે યોગ્ય નથી નાના બાળકો અત્યારે ઓનલાઇન અભ્યાસ કરતા નથી જેથી સ્કૂલોને માસિક ફી લેવી જોઈએ