અમદાવાદ-

રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુંથી મોટર વાહન અધિનિયમ 1988 તેમજ ગુજરાત મોટર વાહન નિયમો 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે સરકાર વિચારણા કરી રહી હતી. જ્યારે આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અનુસંધાન હેઠળ ઓટો રીક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટોરીક્ષા ડ્રાઈવર્સ એસોસીએશન સાથે બેઠક કરવામાં આવી હતી. વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા વિચારણા બાદ સરકારે નિર્દેશ જાહેર કર્યા છે.  નવા નિયમ અનુસાર રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે એપ્રેન પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓટો રીક્ષા ડ્રાઈવર્સે તેમણે પહેલા કપડા ઉપર વાદળી રંગનું એરપ્રોન પહેરવું ફરજિયાત હશે.