અમદાવાદ-

ગુજરાત પ્રદેશપ્રમુખ સી આર પાર્ટલ અને સરકાર વચ્ચે ટક્કર છે.ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભાજપમાં ધબડકો થાય તેવા અહેવાલના પગલે હાઈ કમાન્ડે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તાકીદનો દિલ્હીનું તેડું મોકલ્યું હતું જેના ભાગરૂપે પૂર્વ નિર્ધિરિત અબડાસાના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ પડતો મૂકીને સી.આર.પાટીલ દિલ્હી દોડી ગયા છે.

મળતી માહિતી મુજબ ભાજપ પ્રમુખ પાટીલની દિલ્હી મુલાકાત લંબાઈ જતા કચ્છ પ્રવાસ રદ કર્યો છે. ભાજપના શિર્ષસ્થ નેતૃત્વ સાથે મુલાકાત કરી રહ્યા છે. પેટા ચૂંટણીના સંભવિત પરિણામોમાં કેટલીક બેઠકો ગુમાવવી પડે તેવી શક્યતાના તારણો મુદ્દે ચર્ચા કરવા પાટીલને દિલ્હી બોલાવ્યા છે. સૂત્રોની માહિતી છે કે, હાઈકમાન્ડે આંતરિક સરવેને ગંભીરતાથી લીધો છે. આથી સી આર પાટિલ દિલ્હીમાં ચૂંટણી પ્રચારની સ્ટ્રેટેજી અંગે ચર્ચા કરી રહ્યા છે.

આ અગાઉ સી. આર. પાટિલ વિધાનસભાની 8 બેઠકોમાંથી 8 બેઠકો જીતવાનો દાવો કરી ચૂક્યા છે. બીજી તરફ અસંતોષ એ વાતનો છે કે, કોંગ્રેસના 5 ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે, તેમને ભાજપે એ જ બેઠક પર ટિકિટ આપી છે. સામે પક્ષે આ બેઠકો પર કોંગ્રેસની જીત થતી હતી. કોંગ્રેસે પણ આ 5 બેઠકો પર વધુ જોર લગાવ્યુ છે. જો કે હજી ચૂંટણી જેવું વાતાવરણ પણ જામતુ નથી. મતદારો નિરસ છે, પાટલીબદલુ નેતાઓને સબક શિખવાડવા માટે મતદારો નિરસ બન્યા છે અને બીજી તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કેટલા મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરે છે.