અમદાવાદ-

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જાહેરમાં તો ઓછા દેખાય છે, પરંતુ સોશિયલ મીડિયામાં તેઓ હંમેશા ચમકતા રહે છે. આ વખતે પણ તેમણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કોરોના મહામારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાર્દિકે પત્રમાં કહ્યું છે કે, પંજાબની જેમ ગુજરાતમાં પણ વેક્સિનેશન (રસીકરણ)ને પ્રોત્સાહન આપવા અંગેની જાહેરાત કરવા માટે માંગણી કરી છે. આ સાથે જ તેમણે પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતી નથી. 

હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, પંજાબ સરકાર દ્વારા 100 ટકા વેક્સિનેશન કરનારા ગામડાઓને 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરાઈ છે. પંજાબની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ 100 ટકા રસીકરણ કરનાર ગામને રૂ. પાંચ લાખની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવે. આવી જાહેરાતથી કોરોના સામેની લડાઇ મજબૂત બનશે તેવો દાવો હાર્દિક પટેલ તેના પત્રમાં કર્યો છે. આ ઉપરાંત હાર્દિકે સરકાર સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ગંભીર ન હોવાનો અને કોરાના સામે રક્ષણ મેળવવા માટે રસી અક્સીર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.




તેણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેલ્લા એક મહિનાથી રસી આપવાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેમાં તેમને ધાર્યુ પરિણામ નથી મળી રહ્યું, તે બાબત સરકાર પણ સમજે. પરંતુ સરકાર તે વાતને સ્વિકારતી નથી, તે વાત નિર્વિવાદિત છે. હાર્દિકે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે, પંજાબ સરકારની રીત ઉપર ગુજરાત સરકારે પણ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણનું કામ થાય, તે માટે કામ કરવું જોઈએ. હું ગુજરાત સરકારને સલાહ નથી આપતો, પરંતુ જો ગુજરાત સરકાર જાહેરાત કરે કે જે ગામમાં ૧૦૦ ટકા રસીકરણની પ્રકિયા થશે, તો તે ગામને વિકાસ માટે રૂપિયા પાંચ લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાતથી કોરોના સામે લડાઈ મજબૂત બનશે અને વિકાસના કામમાં પણ વધારો થશે.