મદ્રાસ-

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદ અને દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ રૂપિયા 10 લાખનો દંડ ફડકારવામાં આવ્યો છે. જસ્ટિસ સીવી કાર્તિકેયને આદેશ જાહેર કરતા કંપનીની 'કોરોનિલ' ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા ઉપર સંપૂર્ણ રીતે રોક લગાવી દીધી છે અને કહ્યું કે, તેઓ કોરોનાની આ મહામારીથી ડરેલા લોકોનો ફાયદો ઉઠાવતા તેના ઈલાજના નામે ઈમ્યૂનિટિ બૂસ્ટર વેચીને પૈસા કમાવવાની ફિરાકમાં હતા. ચૈન્નઈની કંપની અરૂદ્રા એન્જિનિયરીંગ લિ. ની અરજીના કારણે પહેલા જ કોર્ટે પતંજલિ કંપનીને ટ્રેડમાર્ક 'કોરોનિલ' નો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. કારણે તેનો કોપીરાઈટ તેમની પાસે ઈ. સ. 1993 ના વર્ષથી છે. 

કોર્ટે આદેશ આપ્યો છે કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં એવી ઘણી સંસ્થાઓ છે જે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહી છે. આથી દંડની રકમ તેઓને આપવામાં આવે. આદ્યાર કેંસર ઈન્ટીટ્યૂટ અને ગવર્નમેન્ટ યોગ એન્ડ નેચરોપથી મેડિકલ કોલેજ આવી જ સંસ્થાઓ છે જે લોકોનો ફ્રીમાં ઈલાજ કરે છે. દંડની અડધી અડધી રકમ આ બંને સંસ્થાઓને આપવાનો કોર્ટનો આદેશ છે.