મુંબઈ-

મહારાષ્ટ્ર પોલીસના સૌથી સિનિયર અધિકારી ૧૯૮૬ બેચના આઈપીએસ સંજય પાંડે રજા પર ચાલ્યા ગયા છે. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લેટર લખીને સ્પષ્ટ કર્યું છે કે તેમને લાગે છે કે સેવામાં પરત ફરવું કે નહિ તે વિચારવાનો સમય આવી ગયો છે. બુધવારે ડ્ઢય્ હોમગાર્ડમાંથી મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યોરિટી ફોર્સમાં ટ્રાન્સફર થયા પછી સંજય પાંડેએ આ લેટર લખ્યો છે.

પાંડેની જગ્યાએ મુંબઈ કમિશ્નરના પદ પર રહેલા પરમબીર સિંહને હોમગાર્ડના ડ્ઢય્ બનાવવામાં આવ્યા છે. પરમબીર સિંહને એન્ટિલિયા કેસમાં સચિન વઝેની ધરપકડ પછી હટાવવામાં આવ્યા છે.

પાંડે કહે છે કે કોઈ પણ સરકાર આવે અમને સાઈડ પોસ્ટિંગમાં જ રાખે છે. વર્તમાન સરકાર પણ અમારુ કેરિયર ખરાબ કરવામાં કોઈ પણ કસર છોડી રહી નથી. પાંડે જ્યારે ૧૯૯૨-૯૩માં ડ્ઢય્ઁ હતા, ત્યારે તેઓ ધારાવીમાં હતા. તેઓ ઝોનના પ્રથમ ડ્ઢઝ્રઁ હતા. સંવેદનશીલ એરિયા હોવા છતાં તેમના કાર્યકાળમાં અહીં કોઈ તોફાનો થયા નથી. ૧૯૯૭માં થયેલા એક મોટા કૌભાંડમાં તેમની તપાસની પ્રશંસા સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે.

પાંડેએ કહ્યું કે મે ૨૦ દિવસની રજા માંગી છે. મે તેના માટે પર્સનલ કારણ જ લખ્યું છે. પરંતુ નોકરી મારે કરવાની છે. મારી નોકરીમાં હવે સવા વર્ષ બચ્યા છે. મને એ વિચારવા માટે સમય જાેઈએ કે હું નોકરી કરું કે નહિ. હિન્દુસ્તાનમાં એક માત્ર મુંબઈ શહેર છે, જ્યાં સિક્યોરિટી ફોર્સમાં આઈપીએસની નિમણૂંક થાય છે. આવું ક્યાંય થતું નથી.