પેરીસ-

દુનિયાભરમાં આતંકવાદીઓને મળતા નાણાભંડોળને રોકવા માટેના પોતાના પ્રયાસોને વધારે મજબૂત કરવા માટે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સ-એફએટીએફ દ્વારા પાકિસ્તાનને તેના ગ્રે-લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કરાતા પાકિસ્તાનને આ નિર્ણયની કિંમત તોતિંગ એટલે કે, 38 અબજ ડોલર્સ (આશરે 2600 અબજ રૂપિયા-)જેટલી ચૂકવવી પડવાની છે.

આંતરરાષ્ટ્રીયસ્તરના રાજકારણની કેવી કિંમત ચૂકવવી પડતી હોય છે, એ બાબતે પોતાના સંશોધન પેપરમાં આ બાબતને જણાવવામાં આવી છે. આતંકવાદીઓને મળતા નાણાં પર અંકુશ મૂકવામાં પાકિસ્તાન નાકામ રહ્યું છે અને તે માટે એ દેશમાં કોઈ પદ્ધતિ જ નથી એમ એફએટીએફમાં જણાવવામાં આવ્યું હતું.