મીરપુર,

રાજસ્થાનનો રહેવાસી લીલારામને તેની કોઈ ખ્યાલ નહોતો કે જ્યારે તે પોતાના બિમાર સાસુ-સસરાને મળવા માટે પાકિસ્તાનના મીરપુર ખાસમાં પરિવાર સાથે ઘરેથી નીકળ્યો હતો ત્યારે પત્ની વિના તેણે દેશ પાછો ફરવાનો રહેશે. કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે ભારતમાં લાગુ થયેલા લોકડાઉનને કારણે આ પરિવાર મહિનાઓ સુધી પાકિસ્તાનમાં ફસાયો હતો. ભારત અને પાકિસ્તાનમાં આવા ફસાયેલા લોકોને પરત મોકલવાની સંમતિ પછી, અધિકારીઓએ લીલારામ અને તેના ત્રણ બાળકોને પાછા ફરવાની મંજૂરી આપી હતી, પરંતુ તેમની પત્ની જનતા જેની પાસે ભારતીય નાગરીક્તા ન હોવાને કારણે તે પાછી ભારત નહોતી આવી શકી.

લીલારમે કહ્યું કે ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસે તેની પત્નીને પરત ફરવા દીધી નહોતી અને તેણે પત્નીને બાળકો સાથે છોડીને પાકિસ્તાન જવું પડ્યું હતું. લિલારામ 1986 માં પાકિસ્તાનથી ભારત આવ્યા હતા અને પછીથી તેમને ભારતીય નાગરિકતા મળી હતી, પરંતુ તેમની પત્ની પાસે ભારતીય નાગરિકત્વ ન હોવાના કારણે  તે ભારતમાં લાંબાગાળાના વિઝા પર રોકાયા હતા