ન્યુ દિલ્હી,તા.૪

કેરળમાં ગર્ભવતી હાથણીની ક્રૂર હત્યાએ આખા દેશને હચમચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર હત્યા કરનારા આરોપીઓને ત્વરિત ધોરણે સજા કરવા અને કડક વલણ અપનાવવા માગ કરવામાં આવી રહી છે. વાઇલ્ડ લાઇફ એસઓએસે ફળોની અંદર વિસ્ફોટકોને રાખવાની ગેરકાયદેસર પ્રેÂક્ટસ સામે અવાજ ઉઠાવ્યો છે.વાઇલ્ડ લાઇફ એસઓએસની માંગ છે કે એવા ગુનાઓ પર રોક લગાવવામાં આવે. આ સાથે સંસ્થાએ કેરળના મલપ્પુરમ જિલ્લામાં લોકો દ્વારા ગર્ભવતી હાથણીની હત્યાની ટીકા કરી છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં કેટલાક તોફાની તત્વોએ ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવ્યું હતું. તેનું અને ગર્ભમાં રહેલા તેના બચ્ચાનું મોત નીપજ્યું હતું. આ ઘટના સામે આવતા આખા દેશ સહિત વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓએ પણ રોષ દાખવ્યો છે.કેરળનું સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રÌšં છે. જ્યારે વાઇલ્ડ લાઇફ એસઓએસની ટીમ ચીફ વાઇલ્ડ ચીફ વાર્ડનના સંપર્કમાં છે. 

મેનકાનો રાહુલ ગાંધી પર પ્રહાર,રાજીનામું માંગ્યુ

કેરળનાં મલાપુરમમાં સગર્ભા હાથીનાં અનાનસમાં ભરેલા વિસ્ફોટક ખાવાથી મોતને ભેટવાનો બનાવ બન્યો છે. ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ આ માટે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મેનકા ગાંધીએ કÌšં કે, રાહુલ ગાંધી આ મામલે કેમ કોઈ પગલા ભરી રહ્યા નથી. જવાબદારીઓને કેમ પકડવામાં આવતી નથી? મેનકા ગાંધીએ એમ પણ કÌšં હતું કે જ્યાં માદા હાથીનું મૃત્યુ થયું છે, તે જિલ્લો દેશનો સૌથી હિંસક વિસ્તાર કહેવાય છે.