અમદાવાદ-

વર્ષ 2018 દરમિયાન મળેલ નિષ્ફ્ળતાને પગલે એર ઇન્ડિયાના વેચાણની શરતોમાં રાહત આપવામાં આવી છે. વેચાણ દસ્તાવેજ અનુસાર સરકાર કુલ દેવું અને જવાબદારીઓમાંથી 30 ટકા વહન કરશે. મોટા ફેરફાર સાથે સરકારે રૂ.23,286.50 કરોડની લોન નવા માલિક પર થોપવાની યોજના બનાવી છે જ્યારે મોજુદ જવાબદારીઓ ખુદ સરકાર વહન કરશે. 

કંપનીની બેલેન્સશીટ સુધારવા માટે આશરે 29,000 કરોડ રૂપિયાની લોન વિશેષ હેતુવાળી કંપની (એસપીવી) એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એઆઇએએચએલ) ને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કંપનીએ વર્ષ 2019માં બોન્ડ સેલ્સ દ્વારા લગભગ 29,000 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.