અમદાવાદ-


18 ગજરાજો મંદિર પટાંગણ માં ઉપસ્થિત રહેશે, ગજરાજને તાલીમ આપવાની શરૂ કરાઇ


ભગવાન જગન્નાથની 143 મી રથયાત્રા ને લઈને મંદિર તરફ થી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જોકે હજી સુધી રથયાત્રા નુ આયોજન થસે નહીં તે માટે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આગામી 24 જૂન ના રોજ ભગવાન ની જળયાત્રા સાદાઈ થી યોજવા માટે ગુજરાત સરકારે પરમીશન આપી છે. જેને લઈને મંદિર તરફ થી જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જળયાત્રા માં ગજરાજો પણ સામેલ હોય છે ત્યારે આ વખતે શુકન માટે જ ગજરાજો ને રાખવામા આવશે.

ગુજરાત સરકારે જળયાત્રાની પરવાનગી આપી છે પરંતુ ખૂબ જ સાદાઈ થી યોજવા માટે કહ્યું છે. જેને લઈને ખૂબ જ મંદિરના ઓછા લોકો આ જલયાત્રા માં જોડાશે મદિર થી સાબરમતી ભૂદારના આરે થી પુજા અર્ચન બાદ પાણી લાવી અને જળાભિષેક કરવામાં. જોકે દર વર્ષે જળ યાત્રામાં મંદિરના ગજરાજો 18 છે પરંતુ આ તમામ ગજરાજો મંદિરના પટાંગણમાં રહેસે અને એક ગજરાજ ભૂદારના આરે રાખવામા આવશે. શુકન માટે જ આ વખતે ગજરાજો ને રાખવામા આવશે. નોધનીય છે કે રાજયસરકાર ધ્વારા રથયાત્રા ને લઈને યોગી સમયે નિર્ણય કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું. ગત વર્ષે પણ ભગવાન જગદીશની રથયાત્રા ખૂબ જ સાદાઈ થી અને મંદિર પરિસરમાં જ યોજાઈ હતી. મંદિરના મહંત દિલીપદસજી એ કહ્યું હતું કે લોક લાગણી છે કે આ વર્ષે રથયાત્રા યોજાય. જોકે ખલાસી બંધુ સાથે પણ એક બેઠક મંદિર તરફ થી કરવામાં આવી છે.