ગાંધીનગર-

વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સૌથી કંગાળ દેખાવ સૌરાષ્ટ્રમાં થયો હતો, તો બીજી તરફ કાૅંગ્રેસને પણ સૌથી સારી સફળતા સૌરાષ્ટ્રમાં મળી હતી. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. દરેક પાર્ટીમાં જૂથવાદ હોય તે સામાન્ય બાબત છે. ત્યારે જુથવાદ હોય ત્યાં નારાજગી પણ હોવી સામાન્ય છે. ત્યારે સી. આર પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ માત્ર એક મુલાકાત બનીને નહીં રહે પરંતુ સીઆર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની અંદર જ કઈ કઈ જગ્યાએ નારાજગી છે કોણ કોણ નારાજ છે પાર્ટીના નેતાઓમાં એકબીજાના કોના પ્રત્યે ખટરાગ છે તે તમામ બાબતોનું મૂલ્યાંકન નિરીક્ષણ સી.આર.પાટીલ મુલાકાત દરમિયાન કરશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર છે ત્યારે સોમનાથથી લઇ ચોટીલા સુધી જેટલા પણ જિલ્લાઓ આવે છે તે જિલ્લાઓ તેમજ તાલુકા મથક દીઠ જેટલી પણ જ્ઞાતિઓનું પ્રભુત્વ છે તેમના આગેવાનો સાથે મિટીંગ પૂર્ણ થઈ ચૂકી છે. તમામ આગેવાનો ક્યારે કેવી રીતે સી. આરને આવકારશે કેટલો સમય તેમને મળવા માટે મળશે તે તમામ બાબતની રૂપરેખા નક્કી થઈ ચૂકી છે. જે તે જ્ઞાતિના આગેવાનો છે તે પોતાના જ્ઞાતિના જે તે ઉદ્ભવેલા પ્રશ્નો છે તેના નિરાકરણ અંગે જ્ઞાતિના વિકાસ કાર્યો અંગે પોતાને ઉભી થતી મૂંઝવણ અંગે સી. આરને માહિતગાર પણ કરશે. તો સાથોસાથ આ પ્રવાસમાં જુદાજુદા ક્ષેત્રના તજજ્ઞો ઉદ્યોગપતિઓ સહિતનાઓ સાથે પણ બેઠક કરશે. સીઆર પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ તે એક કાર્યક્રમ નહીં પરંતુ પાર્ટીના હોદ્દેદારનો કાર્યક્રમ હોય તે પ્રકારનો આ કાર્યક્રમ રહેશે. ત્યારે સી આર પાટીલ ના કાર્યક્રમ સફળ રીતે

આગેવાનો તેમજ ધારાસભ્યોએ તન મન અને ધનથી જોડાવાની તૈયારીઓ પણ બતાવી છે. સૌરાષ્ટ્રમાં ક્યાં નારાજગી પ્રવર્તી રહી છે તેનો તાગ મેળવશે સી.આરસી આર પાટીલનો પ્રવાસ માત્ર એક સામાન્ય પ્રવાહ બની રહેવાનો છે પરંતુ સૌરાષ્ટ્રના નેતાઓમાં સૌરાષ્ટ્રના આગેવાનોમાં સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓમાં કયા પ્રકારની નારાજગી છે, કયા પ્રકારના તેમના પ્રશ્નો છે, તેમની નારાજગી કઈ રીતે પક્ષને નુકસાન કરી છે, ચૂંટણીઓમાં પણ નુકસાન કરી રહી છે, તેમજ ભૂતકાળમાં કઈ કઈ જગ્યાએ કોને કોને પક્ષને નુકસાન કર્યું છે તે તમામ બાબતનો તાગ ખુદ સી આર પાટીલ મેળવશે. સાથોસાથ સી.આર.પાટીલ આ પ્રવાસ દરમિયાન કેટલાક અધિકારીઓને પણ મળશે જે અધિકારીઓ અત્યાર સુધી માત્ર એક ચોક્કસ ગ્રુપના લોકોનું જ કામ કરી રહ્યા છે, જેના કારણે પક્ષની અંદર જ એક બીજા નેતાઓ તેમજ આગેવાનો વચ્ચે માનસિક ખટરાગ ઉભો થયો છે. તે ખટરાગ કાયમી માટે સમી જાય તે પ્રકારના પ્રયાસો પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના પ્રવાસ નો ચિતાર મેળવ્યા બાદ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં માત્ર અધિકારી રાજ હોવાનું સાંભળવા મળી રહ્યું છે. ત્યારે જે ધારાસભ્યો, સાંસદોને આગેવાનોને પોતાના સ્થાનિક અધિકારીઓ સાથે મનમેળ નહીં થતું હોય તે તમામ બાબતની જાણકારી પણ સી.આર.પાટીલ મેળવશે.