ગાંઘીનગર-

આગામી દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા કે વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવા ને લઇ આજે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા મહત્વની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી રહી છે .આજે સાંજ સુધીમાં રાજ્યમાં ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દા પર આખરી નિર્ણય કરશે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત સહીત અન્ય રાજ્યોની ફટાકડા પર પ્રતિબંધ મુકવા નોટિસ ફટકારી છે મુખ્ય સચિવોની અપાયેલી નોટિસમાં અવાજ પ્રદુષણ ઉપરાંત કોરોના ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે ગુજરાત સરકાર પણ આજે મહત્વની બેઠક બોલાવી છે દિવાળીના દિવસો દરમ્યાન આકાશમાં રાતરે આતશબાજીનો નજારો જોવા મળશે કે નહીં તેનો નિર્ણય આજે થશે.

ગઈકાલે દિલ્હી .રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ તેમજ ઓડીસા રાજ્યે દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદયો છે .હવે ગુજરાત સરકાર પણ આ દિશામાં આગળ વધી રહી છે .તમામ રાજ્યોને ગ્રીન નેશનલ ટ્રીબ્યુનલ આપેલા આદેશ મુજબ મુખ્ય સચિવે આગામી 9મી નવેમ્બર પહેલા તેમનો જવાબ રજૂ કરવાનો છે. આ બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ. આરોગ્ય સચિવ. ગૃહ સચિવ .મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં હાજરી આપ્નાર છે.