રાજકોટ-

કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે લોકો હજુ શું કરવું તે વિશે વિચારવા જઈ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દુનિયા છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોનાનો માર સહન કરી રહી છે. ત્યારે કોરોનાને કારણે ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી તહેવારો પર રોક લગાવવામાં આવી રહી છે. રાજ્યમાં નવરાત્રિનું આયોજન થશે કે નહીં તેને લઇને ગુજરાતની જનતા અસમંજસમાં છે. તો બીજી તરફ સરકાર દ્વારા પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ વર્ષે રાજ્યમાં નવરાત્રિનું આયોજન કરવા દેવામાં આવશે કે નહીં. એવામાં નવરાત્રિને હવે એક મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે જાે સરકાર મંજૂરી નહીં આપે તો બેઠા ગરબા યોજી ગરબીનું આયોજન કરવાનું રાજકોટના ગરબી આયોજકો દ્વારા નક્કી કર્યું છે.

કોરોનાને કારણે રાજ્યમાં ગત વર્ષે નવરાત્રિના આયોજન પર રોક લગાવવામાં આવી હતી. જાે કે, આ વર્ષે પણ નવરાત્રિ આયોજનને લઇને કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. ત્યારે રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિનું આયોજન કરતા ગરુડ ગરબી આયજાેકોએ કહ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિતિ વધુ સારી છે. કોરોના કેસ પણ કાબુમાં છે. તો બીજી તરફ રાજ્યમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન થઈ રહ્યું છે. એવામાં લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવી નવરાત્રિની મંજૂરી સરકાર દ્વારા આ વર્ષે કેટલીક મર્યાદાઓ સાથે આપવી જાેઇએ. વધુમાં રાજકોટના ગરૂડ ગરબી આયોજકોએ કહ્યું કે, જાે સરકાર આ વર્ષે પણ નવરાત્રિના આયોજનની મંજૂરી નહીં આપે તો અમે નવરાત્રિ પર બેઠા ગરબાનું આયોજન કરીશું, અમે માતાજીના મંદિરમાં જ ગરાબીનું આયોજન કરશું. અહીં માતાજીના ગરબા ગાશું, આરાધના કરશું તેમજ માતાજીને પ્રાર્થના કરીશું કે ગુજરાત સહિત સમગ્ર દુનિયાને કોરોના મુક્તે કરે, પરંતુ અમે આ વર્ષે પરંપરા ખંડીત થવા નહીં દઇએ અને નવરાત્રિ તો માનાવીશું. ગણતરીના લોકો સાથે નવરાત્રિમાં માત્ર ગરબા ગાઈને આરાધના કરીશું. આઝાદી પૂર્વે ૧૯૧૬ થી રાજકોટમાં ગરુડની ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના ૯ દિવસ દરરોજ ૫ હજારથી વધુ લોકો ગરબા જાેવા આવે છે. ત્યારે ગરૂડ ગરબીના આયોજકો દ્વારા કહેવામાં આવ્યું કે અમે સરકારના ર્નિણયની રાહ જાેઈ રહ્યા છીએ. ગત વર્ષે કોરોના મહામારીને કારણે ગરબા થઈ શક્યા ન હતા પરંતુ આ વર્ષે મંજૂરી મળે તેવી આશા રાખી રહ્યા છીએ.