વડોદરા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ વિસ્તારમાં આવેલી હિન્દી ભાષાની સ્કૂલના પરિણીત ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા ભાગી જવાનો બનાવ બન્યો છે. બુધવારે સ્કૂલમાં આવ્યા પછી મોબાઇલ બંધ થતાં પરિવારે પોલીસને જાણ કરતાં સ્કૂલ પર વોચમેનની પૂછપરછ કરાઇ હતી. ઘટનાએ સમિતિની શાળાઓમાં ચર્ચા જગાવી હતી. પૂર્વ વિસ્તારમાં આવેલી શિક્ષણ સમિતિની હિન્દી માધ્યમની એક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા પરિણીત ગુજરાતી શિક્ષક અને શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હિન્દી ભાષી પરિણીત શિક્ષિકા વચ્ચે પ્રેમ પાંગરતા સમાજની પરવા કર્યા વગર પલાયન થઇ જવાનો કિસ્સો બહાર આવ્યો છે.

બંને પરિણીત હોવા છતાં સંસારનો ત્યાગ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જે ઘટનાને લઈને આ શાળાના આચાર્ય સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાને માટે ગંભીરતાપૂર્વક વિચારાઈ રહ્યું છે. જેના ભાગરૂપે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે એમ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એક શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા બુધવારે સ્કૂલે આવ્યાં હતાં. સ્કૂલ પૂરી થયા પછી બંને ભાગી ગયાં હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ચાર્જ આચાર્ય પોતાના ઘરે પહોંચીને પરત નીકળી ગયા પછી મોબાઇલ ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો. તેવી જ રીતે મહિલા શિક્ષિકાનો મોબાઇલ પણ બંધ થઇ ગયો હતો. ઇન્ચાર્જ આચાર્યના પરિવારજનોએ સ્કૂલમાં પણ તપાસ કરી હતી. ઇન્ચાર્જ આચાર્યે સ્કૂલમાં કામ ચાલી રહ્યું હોવાનું બહાનું બતાવ્યું હતું.

આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ તપાસ માટે સ્કૂલે પહોંચી હતી અને વોચમેનને બુધવારે ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા આવ્યાં હતાં કે નહિ અને કેટલા વાગે ગયાં તેની વિગતો મેળવી હતી. આ અંગે સ્કૂલના સિનિયર શિક્ષકે સમિતિના પદાધિકારીઓને જાણ કરી છે અને રજા વગર ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા સ્કૂલે આવ્યાં નથી તથા પોલીસ તપાસ માટે આવી હતી તેવી જાણ કરી છે. ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા ભાગી જવાના કિસ્સો સમિતિની શાળાઓમાં ચર્ચાના ચકડોળે ચઢ્યો છે.

શાળાઓની ઇન્ટર કનેક્ટિવિટી શોભાના ગાઠીયા બરાબર સાબિત થઇ

વડોદરા મહાનગર પાલિકા સંચાલિત શાળાઓમાં સીસીટીવીની સુવિધાઓ રાખવામાં આવી છે.જેથી ક્યાં સુ સુ રંધાઈ રહ્યું છે એનો અને શાળાની પ્રવૃત્તિઓનો ખ્યાલ રહે.પરંતુ પૂર્વ વિસ્તારની શાળાના ઇન્ચાર્જ આચાર્યના પ્રણયફાગ ખેલવાની જાહેર ચર્ચાઓ પછીથી એમને નોટિસ આપીને સંતોષ લેનાર સમિતિના અધિકારીઓ અને કર્તાહર્તાઓ દ્વારા આ બાબતે આંખ આડા કાન કરાતા સમિર્તિની આબરૂનું ધોવાણ થયાનું શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે.