વડોદરા : ભાજપ સમર્થીત સંકલન સમિતિ અને સત્તાધારી જુથ ટીમ એમ.એસ.યુ વચ્ચે ખરાખરીનો જંગ બનેલ એમ.એસ.યુનિ. સેનેટની રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરી અને પ્રોફેસર કેટેગરીમાં ભાજપ પ્રેરીત ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો ત્યારે આવતિકાલે યોજાનારી ટીચર્સ કેટેગરીની ૯ બેઠકો માટે પણ ભાજપના જ બે જુથો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે. બપોરે ૧ થી ૩ઃ૩૦ વાગ્યા સુધી મતદાન બાદ મતગણતરી હાથ ધરાશે.

એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ, પ્રોફેસર અને ટીચર્સ કેટેગરીમાં શૈક્ષિક સંઘના ઉમેદવારો ભાજપ સમર્થિત ઉમેદવારો છે અને તેમને જ મત આપવાની અપીલ સાથે મેન્ડેટ આપતા સેનેટની ચૂંટણી રાજકિય રંગે રંગાઇ હતી. જાેકે અગાઉ યોજાયેલ રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટસ, કેટેગરીમાં ટેકનોલોજી, કોમર્સ અને સોશ્યિલ વર્કસ એમ ૩ બેઠકો પ્રતિષ્ઠાનો જંગ બની હતી અને ડો.વિજય શાહે સમગ્ર સંગઠનને કામે લગાડ્યું હોવા છતાં ભાજપ પ્રેરીત ઉમેદવારોનો પરાજય થયો હતો. અને આ ત્રણે ફેકલ્ટીમાં કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે પ્રોફેસર કેટેગરીમા પણ ભાજપ પ્રેરીત એકમાત્ર ઉમેદવારનો વિજય થયો હતો.

આવતી કાલે સેનેટની ટીચર્સ કેટેગરીની ૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે ત્યારે ટીમ એમ.એસ.યુ અને ભાજપ પ્રેરીત સંકલન સમિતિએ તેમના ઉમેદવારોના નામે અગાઉ જ જાહેર કર્યા છે ત્યારે આ કેટેગરીમાં જ ભાજપ પ્રેરીત બે જુથોમા રસાકસી ભર્યો જંગ જામે તેવી શક્યતા છે. જાેકે આ વિભાગમા પણ સત્તાધારી ટીમ એમ.એસ.યુ.નો હાથ ઉચો રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઇ રહી છે. આવતી કાલે બપોરે ૧ થી ૩ઃ૩૦ કલાક દરમિયાન જેતે ફેકલ્ટીમાં મતદાન યોજાશે. ત્યાર પછી ૪ઃ૩૦ કલાકથી મતગણતરી યુનિ.હેડ ઓફિસ ખાતે હાથ ધરાશે.

કઇ ફેકલ્ટીમાં કેટલા ઉમેદવારો અને મતદારો ?

ફેકલ્ટી ઉમેદવારો મતદારો

આટ્‌ર્સ ડો.શ્વેતા જેજુરકર ૩૦

 ડો. દિલીપ કટારીયા

સાયન્સ ડો.બાલક્રિષ્ણ શાહ ૫૦

 ડો.રૂપલ શાહ

કોમર્સ કિર્તન બડોલા ૭૦

 ડો.વિલાસ ચવાણ

 ડો.કલ્પેશ નાયક

 ડો.મુદ્દુલા ત્રીવેદી

મેડિસિન ડો.રાહુલ પરમાર ૧૮૦

 ડો.બી.જી.રાઠોડ

ટેકનોલોજી સુનિલ કહાર ૧૩૨

ફેકલ્ટી ઉમેદવારો મતદારો

 વિજય પરમાર

 નિકુલ પટેલ

ફાઇન આર્ટસ સુનિલ દરજી ૧૭

 પ્રફુલ ગોહિલ

 અરવિંદ સુધાર

કોમ્યુનિટી સાયન્સ ડો.સ્વાતી ધ્રુવ ૧૬

 સરજુ પટેલ

ફાર્મસી ભાવિક ચૌહાણ ૦૭

 ડો.પ્રશાંત મુરૂમકર

પોલીટેકનિક સંદિપ ગોખલે ૫૨

 ચેતન સોમાણી