ગાંધીનગર-

કોરોના મહામારી ને પગલે રાજ્ય સરકારે ધાર્મિક ઉત્સવો અને મેળા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્ય સરકાર નવરાત્રિમાં ગરબા રમવા માટે છૂટ આપી શકે છે. કોરોનાની ગાઈડલાઈનના કડક અમલ બચ્ચે ગરબા સંચાલકોને રાજ્ય સરકારે લીલીઝંડી આપે તેવી શક્યતા છે. ગુજરાતના હજુ પણ કોરોના નું સંકટ થયું નથી નાના ગામડાઓ સુધી પૂરું નામ પહોંચ્યો છે ત્યારે તેને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયત્નો હાથ ધર્યા છે અને તેમાં તેને આંશિક સફળતા મળી રહી છે.

ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને રાજકોટ, સુરત જેવા મોટા શહેરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકો પણ જાગૃતતા દાખવી માસ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માંડ્યા છે અને જેના પગલે કોરોના પર આગામી દિવસમાં અંકુશ મેળવાય તેઓ સરકારનો દાવો છે આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે સૌરાષ્ટ્રના ગરબા સંચાલકોએ બુકિંગ શરૂ કર્યું છે અને જેના પગલે નવરાત્રિમાં સરકાર છૂટછાટ આપે તેવા એંધાણ છે આગામી દિવસમાં કેન્દ્ર સરકાર પણ હવે અનલોકને સંપૂર્ણપણે અલવિદા કહી શકે છે અને હવે તો લગ્ન સમારોહમાં પણ સંખ્યાનો વધારો કરી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ છે અને આ બધી શક્યતાઓને પગલે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર એ છે કે નવરાત્રિમાં ગરબે ઘુમવા મળશે કે નહિ એ મુદ્દા પર હાલ હક કોઈ અને ખેલૈયાઓ મિટ માંડીને બેઠા છે.