અમદાવાદ-

કોરોના કારણે પાછલું આખુ વર્ષ રાજ્યની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય થયુ નથી, જેથી વાલીઓએ સંપૂર્ણ અથવા ૫૦ ટકા ફી માફ કરવાની માગ કરી હતી. પરંતુ રૂપાણી સરકારે વાલીઓને માત્ર ૨૫ ટકા જ રાહત આપી હતી. બીજી તરફ વાલીઓના ધંધા-રોજગાર છૂટી જતાં તેઓ આર્થિક કટોકટીમાં આવી ગયા હતા. 

નવા વર્ષ-૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં ખાનગી સ્કૂલોની ફીમાં વાલીઓને ૫૦ ટકા રાહત મળવી જાેઈએ તેવી રાજ્યવ્યાપી માગ ઉઠી હતી.રાજ્યના જુદા જુદા વાલી મંડળોએ પણ અનેક વખત લેખિત રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆતો થતાં સરકારે જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી પાછલા વર્ષે મળેલી રાહત યથાવત રહેશે. પરંતુ સંચાલકોનું દબાણ આવતાં શિક્ષણ વિભાગે આ અંગે લેખીત કોઈ પરિપત્ર કર્યો જ નથી.આ અંગે વાલીઓનું કહેવું છે કે સ્કૂલો બંધ હતી ત્યારે એને થતા લાઈટબિલ, સ્ટેશનરી, ઘસારો સહિતના ખર્ચા ઘટ્યા છે, જેની સામે વાલીઓને નવા મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ઈન્ટરનેટ સહિતના ખર્ચા વધ્યા છે. ૨૫ ટકા ફી માફી તો ગયા વર્ષે પણ કરવામાં આવી હતી. તો આ વર્ષે ૫૦ ટકા ફી માફી કરવી જાેઈએ, જેથી વાલીઓને રાહત મળે. હવે સ્કૂલો ખુલી છે પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યામાં હજી વધારો નથી થયો. જેથી સ્કૂલોના ખર્ચા પણ ઘટ્યા છે.ગત વર્ષે પણ ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઘણી સ્કૂલોએ ફી માફ કરી નહોતી. આ વર્ષે પણ ફી માફીની માત્ર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રીની જાહેરાત બાદ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, જેથી સ્કૂલો દ્વારા પૂરી ફી વસૂલવામાં આવી રહી છે. સરકાર વાલીઓને લોલીપોપ આપી રહી છે, જ્યારે સંચાલકોને વહાલી થવા હજુ પરિપત્ર જાહેર કરતી નથી, જેનો ફાયદો સંચાલકો ઉઠાવી રહ્યા છે. એવું ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું.કોરોના મહામારી દરમિયાન માર્ચ ૨૦૨૦થી સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સૌથી મોટી અસર શિક્ષણ પર પડી હતી.સ્કૂલો કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રૂપાણી સરકારના શિક્ષણમંત્રીએ સ્કૂલ ફીમાં ૨૫ ટકાની રાહત આપવાની મૌખીક જાહેરાત કરી હતી. આ જાહેરાત સંદર્ભે લેખિત પરિપત્ર નહીં કરી તેને છેલ્લે સુધી લટકાવી રાખ્યો હતો. સરકાર અને સ્કૂલો સામે વાલીઓ ફીમાં રાહત મેળવવા રોષે ભરાયા હતાં. હવે નવી સરકાર કોઈ રાહત ભર્યો ર્નિણય કરશે તેવી વાલીઓને ફરી એક વાર આશા બંધાઈ છે.