દિલ્હી-

ચૂંટણીઓમાં મળતી હાર અને સંગઠનમાં સુધારો લાવવા કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રની નોંધ લેતા કોંગ્રેસ પક્ષ આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક યોજાવા જઈ રહ્યો છે. આમ, નેતાઓના પત્રનો સોનિયા ગાંધીએ પણ વિધિવત રીતે જવાબ આપ્યો છે. હાલમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, સોનિયા ગાંધી પ્રમુખ પદ પરથી રાજીનામુ આપવાના છે અને નવા અધ્યક્ષની આજે પસંદગી થઈ શકે છે. જો કે, સોનિયા ગાંધી અધ્યક્ષ પદ છોડી રહ્યાની વાત રણદીપસિંહ સુરજેવાલાએ નકારી કાઢી છે.

મહત્વનું છે કે, કોંગ્રેસમાં સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. જો કે, સોનિયા ગાંધીએ પક્ષના વચગાળાના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દેવાનો નિર્ણય કરી લીધો છે, પણ કેટલાક નેતાઓ આ બાબતનો સ્વીકાર કરવા તૈયાર નથી, તો કેટલાક નેતાઓ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે. આમ, કોંગ્રેસના નેતાઓ જ બે જૂથમાં વહેચાઈ ગયાં છે.એક તરફ કોંગ્રેસમાં સંગઠન સ્તર પર મોટા ફેરફાર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, પક્ષ પણ બે જૂથમાં વહેચાયેલો દેખાઈ રહ્યો છે. એક જૂથ પક્ષના નેતૃત્વ સહિત સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યું છે. જ્યારે બીજુ જૂથ ગાંધી પરિવારને પડકાર આપવાની બાબતને અયોગ્ય ગણાવી રહ્યું છે. આ અંગે કોંગ્રેસના નેતા સંજય નિરુપમ ઉપરાંત પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે ગાંધી પરિવારના નેતૃત્વને પડકારવાની બાબતનો વિરોધ કરી રહ્યાં છે.

ચૂંટણીઓમાં મળતી હાર અને સંગઠનમાં સુધારો લાવવા કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રની નોંધ લેતા કોંગ્રેસ પક્ષ આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક યોજાવા જઈ રહ્યો છે. આમ, નેતાઓના પત્રનો સોનિયા ગાંધીએ પણ વિધિવત રીતે જવાબ આપ્યો છે.