વિમ્બલ્ડન

સ્વિટ્ઝર્લૅન્ડનો સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. 39 વર્ષના ફેડરરે 23 નંબરના લોરેન્ઝો સોનેગોને 7-5, 6-4, 6-2 થી હરાવીને 18 મી વખત વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. 

આઠ વખત વિમ્બલ્ડનનો ખિતાબ જીતનાર રોજર ફેડરર છેલ્લો આઠમાં પ્રવેશ કરનારો સૌથી ઉમરવાન ખેલાડી છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલના શરૂઆતના સેટમાં સોંગે રોજર ફેડરર સામે કડક લડત આપી હતી. પરંતુ ફેડરર 2 કલાક 11 મિનિટ સુધી ચાલેલી મેચમાં તેના હરીફ સોનેગોને હરાવવામાં સફળ રહ્યો. 

ક્વાર્ટરફાઇનલમાં રોજર ફેડરરનો મુકાબલો ડેનીલ મેદવેદેવ અને હર્બર્ટ હુરકાઝ વચ્ચેની મેચનો વિજેતા સામે થશે. વરસાદને કારણે બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી આ મેચ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. જે મંગળવારે પૂર્ણ થશે.  

આ સિવાય 20 વર્ષીય કેનેડિયન ટેનિસ ખેલાડી ઓગર અલિયાસિમ માટે ક્વાર્ટર ફાઇનલ મેચ ખૂબ મહત્વની રહેશે. તેણે વિશ્વના ચોથા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, અલિયાસિમે ઝવેરેવને 6-4, 7-6, 3-6, 3-6, 6-6 થી હરાવ્યો. બંને ખેલાડીઓ વચ્ચેનો આ મેચ 4 કલાકથી વધુ ચાલ્યો હતો.