વડોદરા : આગામી તા.૧૪મીના રોજ વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે ત્યારે ભેજાબાજાેએ હવે વેલેન્ટાઇન ગિફ્ટમાં મોબાઇલ ફોન જીતો, મુંબઇની તાજ હોટલમાં સાત દિવસ મફત રહો તેવા સંદેશા વાઇરલ કર્યા છે. જાેકે આ સંદેશાઓ એક કૌભાંડ હોવાનું પોલીસ જણાવે છે. શહેરીજનોને આવા સંદેશાઓમાં ન ભરમાઇ જવા પણ જણાવાયું છે.

છેલ્લા બે – ત્રણ દિવસથી મોબાઇલ ઉપર સમગ્ર દેશમાં સંદેશા વહેતા થઇ રહ્યા છેકે, વેલેન્ટાઇન ડે ગિફ્ટ ટાટા કંપની અને તેની જ હોટલ તાજ દ્વારા આપવામાં આવશે. આ સંદેશાઓમાં મોબાઇલ ગ્રાહકોને કેટલીક પ્રશ્નોત્તરીના જવાબ આપવાના હોય છે. જે પ્રશ્નોના જવાબ આપતાં જ મોબાઇલ ફોન તે જીતી શકે છે.

મોબાઇલ ધારક આ સંદેશામાં આપવામાં આવેલી લિંક ઓપન કરે તો તેને જણાવવામાં આવે છેકે, તેઓ જાે પ્રશ્નોના જવાબ આપશે તો તેમને એમઆઇ ૧૧ મોબાઇલ ફોન ભેટમાં મળશે. આ પ્રશ્નોત્તરીમાં મોબાઇલ ગ્રાહક પુરૃષ છેકે, સ્ત્રી. , તેની ઉંમર સહિતની માહિતી મેળવવામાં આવતી હોય છે. આ ઉપરાંત સંદેશો પાંચ જણાને ફોરવર્ડ કરવાની પણ શરત હોય છે.

મોબાઇલમાં બીજાે સંદેશો વહેતો થયો છે તે તાજ હોટલમાં સાત દિવસ મફતમાં રહેવાનો છે. વેલેન્ટાઇન સપ્તાહમાં વહેતા થયેલા આ સંદેશાઓ અંગે મુંબઇ પોલીસે જણાવ્યું છેકે,આ ફીશીંગ એટેક હોવાની શક્યતા છે, આ સંદેશામાં જણાવવામાં આવે છેકે, મને તાજ હોટલમાં સાત દિવસ મફતમાં રહેવા ગિફ્ટ કાર્ડ મળ્યું છે, આ સંદેશામાં જ જે લિંક આપવામાં આવી છે તેમાં છુંપું માલવેર હોય છે, જે ગ્રાહકના ડેટા જેવા કે પાસવર્ડ, બેંકની માહિતી મેળવી લે છે. સાયબર ક્રાઇમના નિષ્ણાતો જણાવે છેકે, માલવેર એટેક કરનારાઓ એક સિસ્ટમ ઉપર કાબૂ મેળવી લે છે અથવા તો ફોન લોકિંગ કરીને ખંડણી તરીકે રકમ પડાવે છે. તાજ હોટલે પણ તેના ટિવટર હેન્ડલ દ્વારા સ્પષ્ટતા કરી છેકે, તેમની હોટલ આવી કોઇ જ ગિફ્ટ પ્રમોટ કરતી નથી. સમગ્ર વિશ્વમાં આવા સંદેશાઓ વહેતા થયા છે અને સાયબર કૌભાંડીઓનો ઘણા બધા ભોગ બની રહ્યા છે.

ભારતમાં ૧૪૦૦લોકોએ રૂા. ૪૦ લાખ ઉપરાંતની રકમ ગુમાવી

ભારતમાં ૧૪૦૦ લોકો આવા ફ્રોડ મેઇલનો શિકાર બન્યા છે. આ લોકોએ ઓછામાં ઓછા રૃ. ૪૦ લાખ ઉપરાંતની રકમ ગુમાવી છે. ફીશિંગ મેઇલ અથવા તો વોટ્‌સ એપની લિંક ખોલીને વિગતો આપવામાં આવે તેમ તેમ આ ભેજાબાજાે તેમની જાળમાં લોકોને ફસાવી દે છે. તાજ હોટલમાં મફત રહેવા માટે જણાવ્યા બાદ પ્રથમ તો એડવાન્સમાં જીએસટીના રૃ.૨૦૦૦ મંગાવે, ત્યાર બાદ સાત દિવસ મફતમાં રહેવાનું હોવાનું જણાવીને રોજની રૃ.૧૦૦૦ની ડિપોઝિટ પેટે રૃ.૭૦૦૦ મંગાવે. રૃમ ખાલી કરે તો ડિપોઝિટ પરત મળશે તેમ જણાવીને નાણાં મેળવે છે. લોકોએ પ્રથમ તો મફતમાં શા માટે તાજ હોટલ તેમના વારંવાર મુલાકાત લેનારા ગ્રાહક સિવાય કોઇને ઓફર આપે તે વિચારવું જાેઇએ. ત્રાહિત વ્યક્તિને મફતમાં શા માટે કોઇ તેમને ઓફર આપે છે તે વિચારવું જાેઇએ. સંજીવ શાહ , સીએ અને સર્ટિફાઇડ ફ્રોડ એક્ઝામિનર