ન્યુ દિલ્હી

ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ બાકીની મેચ યુએઈમાં યોજવાની તૈયારી કરી રહ્યું છે. આઈપીએલ ૨૦૨૧ ની બાકીની મેચ ૧૯ અથવા ૨૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, જ્યારે અંતિમ મેચ ૧૦ ઓક્ટોબરે યુએઈમાં રમાશે. જો કે, આ સમય દરમિયાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલ માં ભાગ લે તેવી સંભાવના નથી.ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સ સ્પષ્ટ રીતે જણાવી ચૂક્યા છે એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમનો કોઇ પણ ખેલાડી આઈપીએલ ની બાકીની મેચોમાં રમશે નહીં.

સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જવું પડશે, જ્યાં તે ૫ મેચની ટી ૨૦ શ્રેણી અને ૩ મેચની વનડે શ્રેણી રમશે. ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ ટીમ સાથે નથી જઈ રહ્યો કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી બાયો બબલમાં હતા. આ ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને ડેનિયલ સિમ્સનો પણ સમાવેશ થાય છે. ડેનિયલ સાઇમ્સે માનસિક દબાણને કારણે વિન્ડિઝ ટૂરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશ જઈ શકે છે.

આઈપીએલ ૨૦૨૧ માં ઇંગ્લેન્ડના ૧૨ ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયાના ૧૮ ખેલાડીઓ રમી રહ્યા હતા. આમાં કોલકાતા નાઈટ રાઇડર્સના ઇંગ્લેન્ડના કેપ્ટન ઓયન મોર્ગન અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલ નહીં રમે તો સૌથી વધુ મુશ્કેલી દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને થશે. રાજસ્થાનની ટીમ સંપૂર્ણપણે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને જોસ બટલર પર ર્નિભર છે.



આઈપીએલ રમતા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓઃ- 


ચેન્નાઈ સુપર કિંગ્સઃ સેમ કારેન, મોઇન અલી, જેસન બેહરનડોર્ફ 

કોલકાતા નાઈટ રાઇડર્સ: ઓયન મોર્ગન, પેટ કમિન્સ, બેન કટીંગ 

મુંબઈ ઈન્ડિયન્સઃ ક્રિસ લિન, નાથન કૂલ્ટર નાઇલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ગ્લેન મેક્સવેલ, એડમ જમ્પા, ડેનિયલ ક્રિશ્ચિયન, કેન રિચાર્ડસન

પંજાબ કિંગ્સઃ ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ઝા રિચાર્ડસન, રાયલી મેરેડિથ, મોઇઝ્‌સ હેનરીક્સ

દિલ્હી કેપિટલ્સઃ સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ડેનિયલ સેમ્સ, ટોમ કારેન, સેમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, મિશેલ માર્શ,

રાજસ્થાન રોયલ્સઃ બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, એન્ડ્રુ ટાઇ, લિયામ લિવિંગસ્ટોન