અમદાવાદ, અમદાવાદ મ્યુનિ વિપક્ષી નેતાપદ ની ગુંચ ઉકેલાતા છેવટે દાણીલીમડાના કોંગ્રેસના યુવા કોર્પોરેટર સહેજાદ ખાન પઠાણ ની વરણી થતાં એક સમયે લાગ્યું હતું કે ડેમેજ કંટ્રોલ કરાતા સમગ્ર મામલો થાળે પડ્યો હોય તેવું લાગતું હતું પરંતુ વિપક્ષના નેતા પદના ગ્રહણ કરવા આવેલા સહેજાદ એ શક્તિ પ્રદર્શન કરતા ભારે ભીડ એકઠી કરી હતી તેમાં જવાબદાર નેતા તરીકે સહેજાદ ખાન ભાન ભૂલ્યા અને સોશિયલ ઙ્ઘૈજંટ્ઠહષ્ઠી ના અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પ્રાંગણમાં જ લીરેલીરા ઉડાવી રહ્યા હતા જ્યારે સહજાદ નો વિરોધ કરતાં કોંગ્રેસ ની બીજા ગ્રુપ એ પદ ગ્રહણ નો વિરોધ કરતાં ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાના પદ ગ્રહણ કરવા આવેલા સહજાદ ખાને રીતસરનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અમીર લોકોની મુખ્ય કચેરીમાં હકડેઠઠ ભીડ ભેગી કરવામાં આવી હતી સહેજાદ સ્થાન આવતા જ તેમના ટેકેદારોએ તેમને ખભે ઉચકી નારાબાજી કરી હતી.

સહજાદ ખાન કચેરીમાં જતા અગાઉ પરિસરમાં આવેલા મહાદેવના મંદિરે પૂજા કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ટેકેદારો સાથે મ્યુનિ કચેરીમાં ગયા હતા. મ્યુનિ.ની પક્ષના નેતા નો ચાર્જ સંભાળવા સજા થતાં આવ્યા તેમને ટેકો આપવા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર કાળીયા જમાલપુર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા શહેર કોંગ્રેસ અધ્યક્ષ ચેતન રાવલ સહિત કેટલાક મહાનુભાવો હાજર રહ્યા હતા પરંતુ બધાની વચ્ચે સહજાદ ની વરણી નો વિરોધ નો બુગીયો ફંકનારા ૧૧ કોર્પોરેટરો માંથી કોઈ હાજર રહેવું ન હતું ખુદ વિપક્ષના ઉપનેતા તરીકે નિમણૂક પામનાર નીરવ બક્ષી પણ હાજર રહ્યા ન હતા જે દર્શાવે છે કે વિરોધ ગ્રુપ પર નોટિસની પણ અસર થઈ નથી હવે જાેવાનું રહે છે કે આગામી સમયમાં વિરોધ કરનારો ગ્રુપ કયા એક્શન મૂડ માં આવે છે. સહેજાદ ખાન વિપક્ષ નેતા નો ચાર્જ સંભાળવા આવ્યા પરંતુ કોઈના મોઢા પર ખુશી દેખાતી ન હતી તમામ ના મોઢા વિરોધી છાવણીની ગેરહાજરીથી ગયેલા હતા ભારે દબદબા સાથે માત્ર એક વર્ષ માટે સહેજ આસ્થાને ચાર્જ સંભાળ્યો છે તે કેદારો પૈકી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જૂની વિપક્ષ નેતા પદની ખુરશી ને સંગીત ખુરશી ની રમત બનાવી દેવાઈ છે અને ખુરશી ની ગલીમાં જળવાતી નથી માત્ર મેળવવાના જ ધમપછાડા છે.

રાખ નીચેના અંગારા હજુ ધખે છે

કોંગ્રેસમાં મ્યુનિ. વિપક્ષના નેતાપદ નો કકળાટ શમવાનું નામ લેતો નથી. સી જે ચાવડા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મધ્યસ્થી કરતા ૧૧ કોંગ્રેસી કોર્પોરેટરો ના રાજીનામાં ન સ્વીકારીને ડેમેજ કંટ્રોલ કર્યાનો સંતોષ માન્યો હતો પરંતુ ભારેલો અગ્નિ શાંત પડ્યો નથી વિરોધ કરનારા જૂથમાંથી નીરવ બક્ષીને ઉપનેતા પદ આપ્યું જેથી વિરોધ શાંત પડે પરંતુ ગણતરી અવળી પડી છે રાખની નીચે અંગારા હજુ ધખે છે તે સહેજ આજના વિપક્ષ નેતા પદ નો ચાર્જ સંભાળવા આવતા વિરોધ કરનારા કોઈ કોર્પોરેટર હાજર રહ્યા ન હતા સહેજાદ ખાન ની વરણી કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારે પડી શકે છે જ્યારે પણ વિરોધીઓ સામે પોતાનું શક્તિ પ્રદર્શન કરતાં હકડેઠઠ વસતી ભેગી કરી હતી પરંતુ આગળના ચઢાણ સહજા સ્થાને કપરા પડી શકે છે હવે જાેવાનું એ રહે છે કે વિરોધીઓ સામે શું પગલા કરવામાં આવે છે.