ગોધરા, તા.૩ 

કાલોલ શહેરમાં કોરોનાની વણથંભી રફતારને પગલે રવિવારે તાલુકામાં ત્રણ અને બે શહેરીજનો સાથે વધુ પાંચ વ્યક્તિઓ કોરોના પ્રભાવિત બનતા શહેરમાં હડકંપ મચ્યો હતો. વેજલપુર વિસ્તારમાં હોળીચકલા ના હનીફ ઈસ્માઈલ ટપ ઉ. વ.૫૦ તથા અબ્દુલ હમીદ મહમદ હમીદ મન્સૂરી ઉ. વ.૬૦ તથા રીઝવાનભાઈ બાલા ઉ. વ.૨૭ બન્ને રે.મોટા મહોલ્લા વેજલપુર કોરોના પોઝિટિવ આવ્યા હતા તથા કાલોલ નગરમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા હસુમતીબેન સુનીલકુમાર ચાવડા ઉ. વ ૫૯ તથા ઇન્દિરા નગર તળાવ મા રહેતા શ્રવણ પદાજી મારવાડી નામના ૨૯ વર્ષીય યુવક કોરોના પોઝિટિવ આવેલા હતા. આ દર્દીઓને કોરોના સારવાર અર્થે તેમની અનુકૂળતાએ કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ શહેરમાં અગાઉ પોઝીટીવ બનેલા દર્દીઓ પૈકી ચાર જેટલા દર્દીઓ આરોગ્ય વિભાગની શરતોને આધીન હોમ આઇસોલેશન હેઠળ સ્વગૃહે સારવાર લઈ રહ્યા છે તેવી આરોગ્ય વિભાગે જાણકારી આપી હતી. શ્રીનાથ સોસાયટી માં પોઝિટિવ આવેલા હર્ષદ કાંતિલાલ ગાંધી અને તેમના પત્ની સંધ્યાબેન ગાંધી કોરોના ને મહાત આપી પરત આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ કાલોલ તાલુકામાં કુલ મળીને ૧૦૦ કેશ નોધાયાં છે.કાલોલ શહેરમાં કુલ ૬૬ કેસ નોંધાયા છે.