વડોદરા 

શહેરમાં ગરમીએ વિરામ લીધા બાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે ત્યારે શિયાળાના ફળ મનાતા સીતાફળની ભારે આવક થતાં ફુટપાથ પર પથારા પાથરી અને લારીઓમાં મોટા પ્રમાણમાં વેચાણ થવા લાગ્યું છે. આમ તો ગામડાઓમાં ખેતરના શેઢા પર આપો આપ ઉગી નીકળે છે. પરંતુ શહેરમાં તેના માટે લોકો પૈસા ખર્ચે છે. શિયાળો આવતા આઈસ્ક્રીમમાં સીતાફળના ફ્લેવર વાળા આઈસ્ક્રીમની ભારે માંગ રહેતી હોય છે. જ્યારે આયુર્વેદમાં પણ સીતાફળનું મહત્વ દર્શાવાયું છે. જેને લઈને પણ સામાન્યથી માંડીને અમીરો તેની ખરીદી કરતા હોય છે. ગામડાના લોકો માટે સીતાફળ અર્થિક ઉપાર્જનનું સાધન છે. શહેરમાં પથારા અને લારીઓમાં સીતાફળ વેચતા ફેરિયાઓ પણ જાેવા મળી રહ્યા છે.