રાજપીપળા : સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ ભારે વરસાદ પડતા ઓમકારેશ્વર ડેમમાં પાણીની અવાક સારી થઇ અને ડેમના રુલ લેવલ કરતા સપાટી વધી જતા ઓમકારેશ્વર ડેમ તંત્ર દ્વારા ૧૦ ગેટ ખોલવામા આવ્યા હતા, ડેમના ૧૦ ગેટ માંથી ૩૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી સીધું સરદાર સરોવર નર્મદા ડેમમાં આવશે ત્યારે નર્મદા બંધની જળ સપાટી એક મીટર જેટલી વધશે.હાલ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૦.૫૦ મીટર પર પહોંચી છે અને પાણીની આવક ૧,૦૨,૮૮૫ ક્યુસેક થઇ રહી છે.ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય છે એટલે નર્મદા નિગમ દ્વારા ઇજનેરોની મોનીટરીંગ દ્વારા નર્મદા બંધને ૧૩૮.૬૮ મીટર સુધી ભરવામાં આવશે. જોકે હાલ નર્મદા બંધની જળ સપાટી સતત વધતી હોય અને ઉપરવાસ માંથી પાણી છોડવામાં આવતું હોય રિવરબેડ પાવરહાઉસના ૫ ટર્બાઇનો શરૂ કરાતા નર્મદા નદીમાં ૩૫,૧૭૪ ક્યુસેક છોડતા નર્મદા બે કાંઠે વહી રહી છે.નર્મદા નદીના કાંઠાના ગામોને સાબદા કરવામાં આવ્યા છે.