ગાંધીનગર-

તાઉ તે વાવાઝોડાને લઈને ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, ખેતીવાડીમાં અક્ષ્‍રર 1200 કરોડનું નુકસાન થયું છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મગ, મકાઈ અને તલના પાકને નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયેલ ખારેકને પણ નુકસાન પહોંચ્યું છે.