છોટાઉદ્દેપુર-

છોટાઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશના અડીને આવેલા આદિવાસી જિલ્લો છે અહીં ગરીબ આદિવાસી લોકો ખેતી કરીને જીવન ગુજરાત ચલાવે છે હાલ ચોમાસાની સીઝન ચાલતી હોય ચાલુ વર્ષે વરસાદની અછત વર્તાઇ છે એના લીધે ગરીબ ખેડૂત બિયારણ ખાતર મોંઘા ભાવનું લાવતા હોય છે. આવા સંજોગોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા ભરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને આ વરસાદ જિલ્લામાં મોટા ભાગમાં થતા ખેડૂતોનું જ મોંઘું બિયારણ છે જે બિયારણ નુકસાન થતાં અટકી જવા પામ્યું હતું હાલ છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યત્વે કપાસ તુવર ડાંગર મકાઈ નો મુખ્ય પાક ખેડૂતો દ્વારા કરવામાં આવે છે આ પાકને સામાન્ય વરસાદ થતા ખેતીમાં જીવતદાન મળી ગયું છે હાલવરસાદ થતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા. જીલ્લામાં સામાન્ય વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.