અમદાવાદ

રાજ્યમાં ધોરણ ૧૨ની શાળાઓ શરૂ કર્યા બાદ સરકારે ૯થી ૧૧ની શાળા ૨૬મી જુલાઈથી શરૂ કરવાનો ર્નિણય લઈ લીધો છે. જાેકે ૧૮ વર્ષથી નીચેની ઉંમરના લોકો માટે વેકસીનેશન થયું નથી માટે વાલીઓએ અને શાળાના સંચાલકોએ કેટલાક નિયમો પાળવા જરૂરી બની રહેશે. તેમાંય શરૂઆતના દિવસોમાં વેકસીન લીધેલા માતા-પિતાના બાળકોને જ શાળાએ બોલાવવા તબીબો સૂચન કરી રહ્યા છે. રાજ્યમાં હજુ કોરોનાની બીજી લહેર અલવિદા થઈ રહી છે અને ત્રીજી લહેરની દહેશત છે. ડેલ્ટા વેરિયન્ટનો ખતરો હતો ત્યાં જ હાલમાં કપ્પા વેરિયન્ટના કેસ નોંધાયાનું સામે આવ્યું છે. તેવામાં ૨૬ જુલાઈથી ધોરણ ૯થી ૧૧ના વર્ગો પણ શરૂ કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે.

સરકારના શાળાઓ શરૂ કરવા પાછળ ખાનગી શાળાના સંચાલકોનું દબાણ પણ કારણ ભૂત માનવામાં આવી રહ્યું છે. એક તરફ આપણે રાજ્યમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરના લોકોનું રસીકરણ થયું નથી ત્યારે શાળાના સંચાલકોએ બાળકોની સેફટી પર વધારે ધ્યાન આપવું પડશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના જાેઈન્ટ સેક્રેટરી ડો.સાહિલ શાહે જણાવ્યું હતું કે બાળકોને શાળાએ બોલાવતા પહેલા શાળાના સંચાલકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. સંચાલકોએ એ જાેવું પડશે કે પોતાના શિક્ષકો, આચાર્ય અને અન્ય સ્ટાફ વેકસીનેટ થયો છે કે કેમ. શાળાએ ક્લાસમાં બાળકોને ઓડ ઇવન પદ્ધતિથી બોલાવી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે.

આ સિવાય બાળકો માસ્ક ફરજિયાત પહેરે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. અભ્યાસ સિવાયના રમત ગમતના સેશન્સ, રિસેશના સેશન્સમાં ખાસ તકેદારી રાખવી પડશે. હાલમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત તો છે જ સાથે ઋતુગત બીમારીઓ પણ ચાલી રહી છે. જેથી ખાસ એ ધ્યાન રાખવું પડશે કે એક બાળકના કારણે બીજુ બાળક સંકતમિત ના થાય. તેમાંય એક ફરજ પાડવી પડશે કે શરૂઆતના દિવસોમાં વેકસીન લીધેલા માતા-પિતાના બાળકોને જ શાળાએ બોલાવવા ન જાેઇએ