આણંદ : કોરોનાની મોહોમારીએ કહેર વરસાવતાં લોકોનું જનજીવન વિખરાયું હતું. વેપાર, ધંધા, રોજગાર સાથે વિદ્યાર્થીઓનું ભણતર અને કારકિર્દીનું એક વર્ષ વસમું અને પીડાદાયક રહ્યું હતું. કોરોના વેક્સિન આવતાં જાણે કોરોના ભાગ્યો હોય તેમ અસર ઓછી થતાં હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. આ સમયે સરકારે પણ ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે હેતુ એ શાળા કોલેજ ખોલવાનો ર્નિણય લેતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાશકારો જણાઈ રહ્યો છે. કોલેજાે ફરી શરૂ થતાં ચરોતરની શિક્ષણનગરી ગુંજી ઊઠી હતી.

કોરોનાકાળની વસમી પરિસ્થિતિની વિદ્યાર્થી શિક્ષણની ઓનલાઇન સફર હવે ઓન સ્કૂલ અને ઓન કોલેજમાં પરિવર્તિત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આગમનથી વિદ્યાનગરી સોળે શણગાર સજી હોય તેમ જણાય રહી છે. કોલેજના અભ્યાસ ખંડોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની હાજરી થઈ કોલેજ જીવનનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છલકતો જાેવાં મળ્યો હતો. છેલ્લાં ૧૧ માસથી શૈક્ષણિક કાર્ય ઠપ રહ્યાં બાદ હવે ફરથી વિદ્યાર્થીઓની શાળા-કોલેજ શિક્ષણ વ્યવસ્થા પુનઃકાર્યરત થઈ રહી છે, ત્યારે આજરોજ ૮મી ફેબ્રુઆરીને સોમવારથી પ્રથમ વર્ષના કોલેજના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. એસઓપીના પાલન સાથે દરેક કોલેજને શૈક્ષણિક કામગીરી પૂર્ણ પણે શરૂ થઈ ગઈ છે. ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરીને કોલેજ શરૂ થવાની રાહ જાેતાં વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. કોલેજ ફરીથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ

બેવડાયો છે.