વિરસદ : ભારતની આઝાદી માટેની ચળવળ દરમિયાન ખુબ જ મહત્વની ગણાયેલી ઐતિહાસીક દાંડીયાત્રાના ૯૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. સરકાર દ્વારા આ ઐતિહાસિક દાંડીયાત્રાની યાદમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આણંદ જિલ્લામાં દાંડીયાત્રા સાથે સંકળાયેલાં ગામો અને વિવિધ સ્થળોએ યોગ્ય આયોજન માટે સરકારી તંત્રનો ધમધમાટ ચાલું છે. અધિકારીઓ છેલ્લાં ત્રણ દિવસથી આણંદ જિલ્લાના રૂટ પર કાફલા સાથે વિવિધ સ્થળો અને મહિકાંઠાની મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન પણ આજે રોજ બોરસદ તાલુકાના કંકાપુરા અને રાસ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

જશોદાબોન હાલ સામજિક અને પારિવારિક સંબંધોના હેતુસર આણંદ જિલ્લામાં છે. જાેકે, દાંડીયાત્રાની યાદમાં ઉજવણી માટે સરકારી ધમધમાટ વચ્ચે પણ જશોદાબેનની ઐતહાસિક સ્થળોની મુલાકાત સાદગીપૂર્ણ રહી હતી. સ્થાનિક ગામોના આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું. તેમજ સ્થાનિક આગેવાનો સાથે ઐતહાસિક સ્થળ બાબતે અને આઝાદી ચળવળ સંદર્ભે જાણકારીનું આદાન પ્રદાન કર્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે, ઐતહાસિક સ્થળોની મુલાકાત દરમિયાન રાસ ગામના ઐતહાસિક સરદાર વડને જશોદાબેન સહિતના અગ્રણીઓએ વંદન કર્યા હતા. રાસ ગામના અગ્રણી કિરણભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઠાકોરભાઈ પટેલ, રાજુભાઈ જાેષી, જાણીતા એડવોકેટ અને નોટરી નીતાબેન પંજાબી વગેરે ઐતહાસિક દાંડીયાત્રા સ્થળોની મુલાકાતે જાેડાયા હતા.