ઝાલોદ

ઝાલોદ તાલુકાના લીમડી પાસેના વિવાદીત વરોડ ટોલ નાકાની બેદરકારીના કારણે ગુરુવારની સંધ્યા એ સ્થાનિક પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લીમડી પાસેના પારેવા ગામના રહેવાસી પરિવાર વતનમાં સામાજિક કામ પતાવી પોતાના ઝાલોદ નગરના નિવાસ સ્થાને પરત ફરતા હતા. તેવામાં વરોડ ટોલ બુથ પાસે દસ દિવસ ઉપરાંત થી પડેલ બ્રેક ડાઉન પડેલ ટ્રક પાસે પસાર થતા સામે થી આવતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગંભીર ઠોક્કર વાગતા રેનેલ્ટ કારમાં સવાર પરિવારમાથી ઘટના સ્થળે એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે દાહોદ ખસેડયાનું જાણવા મળેલ છે.

ઝાલોદના વરોડ ટોલ નાકા પાસે સ્થાનિક પરિવારને ગોઝારો અકસ્માત નડતાં પરીવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું.દસ દિવસ થી બ્રેક ડાઉન પડેલ ટ્રકના લીધે આ ગોઝારી ઘટના થઇ હતી. અકસ્માત ના કારણે હાઇવે પાર બને સાઈડ લાંબી લાઈન ટ્રાફિક જામ થતા પોલીસ વિભાગ ને ટ્રાફિક ક્લિયર કરતા ભારી જહેમત ઊઠાવી પડી હતી.