દિલ્હી-

કેન્દ્ર સરકારની 23 સરકારી કંપનીઓની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને વેગ મળશે જેમને પહેલાથી જ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું છે કે, આત્મનિર્ભર પેકેજ હેઠળ સરકારે તમામ સેક્ટર્સને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. જાે કે કયા સેક્ટર્સને લઈને કઈ નીતિ બનશે, હાલ તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

કેન્દ્ર સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાઓ અંગે વાત કરતા નાણાં મંત્રીએ જણાવ્યું કે, યોગ્ય સમય પર સરકાર યોગ્ય કિંમત પર હિસ્સેદારી વેચી દેશે. પહેલા જ લગભગ 22 થી 23 એવી પીએયુ કંપનીઓ છે જેમની ડિસઈન્વેસ્ટમેન્ટની મંજૂરી મળી ગઈ છે.

મોદી સરકાર ચાલું નાણાંકીય વર્ષમાં 2.10 લાખ કરોડ રૂપિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા ભેગા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમાંથી 1.20 લાખ કરોડ રૂપિયા સરકારી કંપનીઓની હિસ્સેદારી વેચીને ભેગા કરવાના છે. આ ઉપરાંત નાણાંકીય સંસ્થાઓની હિસ્સેદારી વેચીને 90 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.