દિલ્હી-

10 હજાર ફીટ પર સ્થિત વિશ્વની સૌથી લાંબી 'અટલ રોહતાંગ ટનલ.' દેશમાં બનીને તૈયાર થઇ ગઇ છે. તેને બનાવવામાં 10 વર્ષ લાગી ગયા છે. પરંતુ હવે આનાથી લદ્દાખ વર્ષભર સંપૂર્ણ રીતે જોડાયેલું રહેશે. આ સાથે જ તેના કારણે મનાલીથી લેહની વચ્ચે અંદાજે 46 કિમીનું અંતર ઓછું થઇ ગયું છે. તેનું નામ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલ છે. સપ્ટેમ્બરમાં PM મોદી આ રોડ ટનલનું ઉદ્ઘાટન કરી શકે છે.

10,171 ફીટની ઊંચાઇએ બનેલી આ અટલ રોહતાંગ ટનલ ને રોહતાંગ નજીકથી જોડીને બનાવવામાં આવી છે. આ વિશ્વની સૌથી ઊંચી અને સૌથી લાંબી રોડ ટનલ છે. આ ટનલ અંદાજે 8.8 કિમી લાંબી છે. આ સાથે જ તે 10 મીટર પહોળી પણ છે. હવે મનાલીથી લેહ જવામાં 46 કિમીનું અંતર ઓછું થઇ ગયું છે. હવે આપ આ અંતરને માત્ર 10 મિનીટમાં પૂર્ણ કરી શકે છે. 

નાલી-લેહ રોડ પર વધુ ચાર ટનલ પ્રસ્તાવિત છે. હાલમાં આ ટનલ બનીને સંપૂર્ણ થઇ ચૂકી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં વડાપ્રધાન મોદી આ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ માત્ર મનાલીને લેહ સાથે નહીં જોડે પરંતુ હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પિતિમાં પણ યાતાયાતને સરળ કરી દેશે. આ કુલ્લુ જિલ્લાના મનાલીથી લાહોલ-સ્પિતિ જિલ્લાને પણ જોડશે.