ગાંધીનગર-

ઔદ્યોગિક એકમો અને કારખાનામાં કામદારોને છુટા કરતા પહેલા હવે ત્રણ મહિના પહેલાથી નોટીસ આપવી પડશે તેવું નવું સુધારા વિધેયક પાસ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં પહેલાના વટહુકમમાંથી લેવાયેલા ઔદ્યોગિક તકરાર (ગુજરાત સુધારા) વિધેયક, કોન્ટ્રાક્ટ મજુર (નિયમન અને નાબુદી) (ગુજરાત સુધારા) વિધેયક, કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, મજુર કાયદા (ગુજરાત સુધારા) વિધેયક ને પસાર કરી દેવામાં આવ્યા છે. તે સુધારા વિધેયક અંતર્ગત હવેથી કોઈ પણ ઔદ્યોગિક એકમોમાંથી કામદારોની છટણી કરતા પહેલા 3 મહિનાની ચાલુ પગારની નોટીસ આપવાની રહેશે. જાણવા મળે છે કે 3 મહિનાનો નોટીસ પગાર, આપીને છુટા કરી શકાશે નહિ. ગઈકાલે વિધાનસભા નુ સેશન મોડીરાત્રે 11 વાગ્યા સુધી ચાલ્યું અને તેમાં 4 વિધેયક પસાર કરવામાં આવ્યા, કારખાનાના કાયદાના ભંગ બદલ જે સજા આપવામાં આવતી હતી તેના બદલે હવે સમાધાન કે માંડવાળ ની સાથે દંડની જોગવાઈ કરવામાં આવે છે.