ગાંધીનગર, અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ રૂ. ૨૩૬.૭૪ કરોડના કામો મંજૂર કરાયા છે. જેમાંથી ૫૪.૯૯ કરોડના કામો પૂર્ણ થયા છે, જયારે ૧૮૧.૭૫ કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું શહેરી વિકાસ મંત્રી (મુખ્યમંત્રી)એ લેખિતમાં જણાવ્યું હતું. અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે, તા.૩૧-૧૨-૨૦૨૦નિ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ કુલ કેટલી રકમના કામો મંજૂર કરાયા છે? આ પૈકીના કેટલી રકમના કામો પૂર્ણ થયેલ છે? અને કેટલી રકમના કામો પ્રગતિ હેઠળ છે?

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલના પ્રત્યુતરમાં શહેરી વિકાસ મંત્રી (મુખ્યમંત્રી)એ લેખિતમાં જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ કુલ રૂ. ૨૩૬.૭૪ કરોડના કામોને મંજૂર કરાયા છે.

જેમાંથી રૂ. ૫૪.૯૯ કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે રૂ. ૧૮૧.૭૫ કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

૨૦૧૪માં ચીન સાથે થયેલો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર ગૂંચમાં ઃ સરકારે કબુલ્યું

રાજ્ય સરકારે ૨૦૧૪માં ચીન સાથે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર કર્યો હતો, પણ કાયદાકીય બાબતોને કારણે એ હાલમાં ગૂંચવણમાં પડ્યો હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું છે. ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિયેશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. સાણંદ નજીક ૨૦૦ હેકટર જમીન સામે ૫૫ હેકટર જમીન કરાઈ સંપાદન. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે સવાલ કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો. વિધાનસભામાં રાજ્ય સરકારે જ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં છેલ્લાં ૨ વર્ષમાં ૧૯૮.૩૦ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. ૩.૬૫ કરોડનો દેશી દારૂ, ૧૩.૧૮ કરોડનો બિયર ઝડપાયો, ૬૮.૬૦ કરોડની કિંમતનો અફીણ-ગાંજાે, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો. ૬૭ દિવસના લોકડાઉન છતાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં વધુ દારૂનો જથ્થો પકડાયો.

બજેટ - ૨૦૨૧

ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને ગયા નીતિન પટેલ

ગુજરાતના બજેટ ૨૦૨૧માં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પર મુખ્ય ફોકસ કરવામાં આવ્યુ હતું. બજેટ ૨૦૨૧માં ખેડૂતો માટે અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ તથા બાગાયત વિભાગ માટે મોટી જાહેરાત કરી છે. જાેકે, ખેડૂતો અંગે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટકોર કરતા કહ્યું હતું કે, ‘ખેડૂતો એમ ને એમ અમારા તરફ નથી વળ્યા. આ ખેડૂતોને ખબર છે કે, ભાજપ જ અમારો સાચો ઉદ્ધાર કરાનારું છે. બાકી ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા...કોઈ માથે ન લેતા. હું બહારના લોકો માટે કહું છું. તમારા કોઈના માટે નથી કહેતો. આ અંશમાં બધા ચોખ્ખા.’ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર ગૃહમાં કરી હતી. ગૃહ વિભાગ માટે ૭૯૬૦ કરોડની જાેગવાઈ

• ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની ૩૦૨૦ નવી જગ્યા ઉભી કરાશે

• ૪૧ શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે.

• પોલીસ તંત્ર માટે ૮૭૬ વાહનો ખરીદવામાં આવશે

• પોલીસ આધુનિકીકરણ માટે ૨૬ કરોડની જાેગવાઈ

સાયન્સ સિટી અમદાવાદ ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનશે

• સાયન્સ સિટી અમદાવાદ ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનશે. વિધાનસભા પરિસરમાં ગુજરાતના ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનશે.

• ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર ૧૩૬ કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પર ૫૦ કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન.

• અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂ ૧૫૦૦ કરોડની જાેગવાઈ.

• અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ ૫૬૮ કરોડની જાેગવાઈ.

• ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ લાવવા રૂ ૧૦૦ કરોડની જાેગવાઈ.

• અમદાવાદની નવી સીવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવા ૮૭ કરોડની જાેગવાઈ.

• અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે.

• સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ અને ગાંધીનગર સાથે જાેડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું કામ માટે ૨૬૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી.

સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર ૧૦ કરોડના ખર્ચે બનશે

ગુજરાતના સિંહો હવે જગવિખ્યાત છે. પણ ગુજરાતના દીપડા કુખ્યાત બની રહ્યાં છે. ગ્રામ્ય અને જંગલી વિસ્તારમાં દીપડાનો આતંક સામાન્ય બની ગયો છે. ગુજરાતમા રોજેરોજ કોઈને કોઈ ખૂણે દીપડો દેખાય જાય છે, તો સમયાંતરે દીપડાના આતંકના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ગુજરાતમાં ગમે ત્યારે એટેક કરતા દીપડાઓ અંગે બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં દીપડાના મેગા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની જાહેરાત બજેટમાં કરાઈ છે. ગુજરાતના બજેટમાં નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં દીપડા માટે મેગા રેસ્ક્યૂ સેન્ટર બનશે. ૭ કરોડના ખર્ચે ગુજરાતમાં દીપડા માટે રેસ્ક્યૂ સેન્ટર બનાવવામા આવશે. આ ઉપરાંત એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્રના લાયન પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે બજેટમાં ૧૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસુલી, વીડી વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ કરવામાં આવશે. સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર ૧૦ કરોડના ખર્ચે બનશે.